ફ્રેન્ડલી મેચ મીડિયા અને પારડી શહેર ભાજપ વચ્ચે રમાઈ જેમાં મીડિયા ટીમ વિજેતા બની
પારડી કન્યા કુમાર પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડ ઉપર પારડી શહેર ભાજપ સંગઠન દ્વારા પારડી નગરના કુલ 9 વોર્ડની 18 ટીમનું રાત્રી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. જેમાં ગતરોજ શુક્રવારના રાત્રીએ ટુર્નામેન્ટની ફાઇનલમાં વોર્ડ ન. 2 અને 5 ની ટીમ આવી હતી. તેમજ રાત્રીના ફ્રેન્ડલી મેચ મીડિયા અને પારડી શહેર ભાજપ અરવિંદભાઈ સંઘાડિયાની ટીમ વચ્ચે રમાઈ જેમાં મીડિયા અમૃત પટેલની ટીમ વિજેતા બની હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા છગ્ગા અને વિકેટ લેનાર ખેલાડીઓને રૂ 500 થી 1000 સુધીના ઈનામોની જાહેરાત કરવામાં આવી હતી. હવે ફાઇનલ મેચ 6 એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિવસ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સતાબ્દી જન્મ દિન ના રોજ રાત્રીના રમાડવામાં આવશે. જે ફાઇનલ મેચમાં ભારતની બ્લાઇન્ડ વિજેતા ક્રિકેટરની ટીમો ના ખેલાડી ખાસ ઉપસ્થિત રહેશે અને વિજેતા ટીમને રૂ. 21 હજારનું પુરસ્કાર અને રનર્સ અપ ટીમ ને રૂ. 11 હજાર ટ્રોફી સાથે આપવામાં આવશે જેમાં પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, અને સંસદ ડો. કે.સી. પટેલ ઉપસ્થિત રહેશે. 5 દિવસ ખાલી પડેલ ક્રિકેટના ગ્રાઉન્ડ પર 1 એપ્રિલ થી ભંડારી સમાજ ની રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ 5 એપ્રિલ સુધી રમાડવામાં આવશે હોવાનું યુવા મોરચાના પ્રમુખ ચેતન ભંડારીએ જણાવ્યું હતું. ફાઇનલમાં આવેલ વોર્ડ ન.2 અને 5 ની ટીમના ખેલાડીઓને પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, નિલેશ ભંડારી, બાંધકામ અધ્યક્ષ અલી અન્સારી, તેમજ પારડી શહેર સંગઠન પ્રમુખ અરવિંદભાઈ સંઘાડિયા ની ટીમે બંને ટીમોને શુભેચ્છા પાઠવી હતી.