બિલ્ડિંગનું બાંધકામ અંગે માત્ર પાલિકામાં હજી ફાઈલ મુકવામાં આવી છે
ત્રણ માળ ની બિલ્ડીંગ નું બાંધકામ માટે નિયમ મુજબ જગ્યા ન હોવાની ચર્ચામાં
પારડી હાઈવે સ્થિત કુમાર કન્યા શાળા ને અડીને સુલભનગર બ્રહ્મકુમારી ની બાજુમાં એક બિલ્ડિંગનું બાંધકામ હજુ તો માત્ર પાલિકામાં ફાઈલ મુકવામાં આવી છે. જેની પરવાનગી નગર નિયોજન અધિકરી વલસાડ, પ્રાંત અધિકારી પારડી તેમજ નગર પાલિકા ના ટી.પી. ની મિટિંગમાં તમામ પ્રકારની પરવાનગી મેળવવાની હોય છે તે પહેલાજ અહીં બિલ્ડિંગનું કામ પૂર જોશમાં ચાલુ થઇ રહ્યું છે અને બિલ્ડીંગ ના બીમ પણ નાખ્યા ચુક્યા છે. આ સાથે વલસાડ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાના દીવાલ ની માર્જીનમાં દબાવી હોવાનું સ્થળ પર દેખાઈ રહ્યું છે. તેમજ બાંધકામ ના મટીરીયલ સળિયા, કપચી, રેતી, વગેરે શાળાના કેમ્પસના અંદર રાખીને કામ ચાલી રહ્યું છે. ત્યારે અહીં કોઈક શાળાનું બાળક રમવા કે ત્યાંથી પસાર થતા કોઈ દુર્ઘટના ન બને તેમાટે શાળાના આચાર્ય ધ્યાન દોરે તે પણ જરૂરી બની રહ્યું છે. અને આ બાબતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં તાલુકાના હસ્તક ચાલી રહેલ શાળા ની દેખરેખ અમારી ફરજ છે અને જેમાં જે કઈ અડચણ રૂપ કે ગેરકાયદેસર દેખાશે તેઓના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. તેમજ પાલિકાના બાંધકામ એસ.ઓ. હીરાભાઈએ જણાવ્યું હતું કે આ બિલ્ડીંગ ના પરવાનગી અંગે માત્ર હજુ ફાઈલ આવી છે પાલિકા તરફ થી કોઈ પણ પ્રકારની બાંધકામ ની પરવાનગી આપવામાં આવી નથી ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામ સામે દમણ ના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ જેવા અધિકારી ની પારડીમાં જરૂર છે. એવી સ્થાનિક લોકોમાં બૂમ ઉઠી રહી છે.