પોલીસ અધિક્ષક વલસાડ નાઓના સુચના અને એલ.સી.બી. વલસાડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેટર એમ.એમ.સરવૈયા નાઓ દ્વારા જીલ્લામાં મિલકત સબંધી ગુન્હા બનતા અટકાવવા તથા નાસતા ફરતા, વોન્ટેડ, પેરોલફર્લો જમ્પ કરી ભાગેલ આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ હસમુખભાઇ, અ.હે.કો. અલ્લારખુ, અ.હે.કો. વિક્રમભાઇ, પો.કો. અજયભાઇ નાઓ વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા અંગેની તથા નાસતા ફરતા, વોન્ટેડ, પેરોલફર્લો જમ્પ કરી ભાગેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન અ.હે.કો. અલ્લારખુને મળેલ બાતમી આધારે મોજે. ડુંગરી કુંડીફાટક રીક્ષા સ્ડેન્ડ પાસેથી ડુંગરી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૧૩-૨૦૧૭ કેદી અધિનિયમ ૧૯૦૦ ની કલમ ૫૧(એ), ૫૧(બી) મુજબના ગુન્હાના કામે સંડોવાયેલ પેરોલ ફર્લો જમ્પ કરી ભાગી ગયેલ પાકા કેદી નં.૭૭૯ ફારૂક સઇદ લંબાત ઉ.વ.૩૮ રહે. હાલ વાપી કબ્રસ્તાન રોડ અમન બિલ્ડીંગ ફલેટ નં.૧૦૨, તા.વાપી જી.વલસાડ મૂળ રહે. રાનકુવા, નવાનગર, તા.ચીખલી, જી.નવસારી નાને બાતમી આધારે પકડી પાડી આજરોજ તા.૨૨-૦૮-૨૦૧૭ ના કલાક ૧૬ઃ૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીઓનો કબજા ડુંગરી પો.સ્ટે. માં સોંપેલ છે.
ઉપરોક્ત પકડાયેલ પેરોલ ફર્લો જમ્પ કરી ભાગી ગયેલ વોન્ટેડ આરોપી અગાઉ ડુંગરી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૧-૨૦૦૯ ઇ.પી.કો. કલમ ૩૭૬(જ), ૧૧૪ મુજબના બળાત્કારના ગુન્હામાં પકડાયેલ હતો જે ગુન્હામાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા થયેલ જે કેસમાં આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો તે દરમ્યાન વચગાળાના પર્સનલ બોન્ડ આધારે તા.૧૮-૦૩-૨૦૧૭ થી તા.૦૯-૦૪-૨૦૧૭ સુધીની પેરોલ રજા ઉપર આવેલ જે રજા પુરી થયા બાદ પણ સમયસર લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે હાજર થયેલ નહીં અને ભાગતો ફરતો હોય જે અંગે લાજપોર મધ્યસ્થ જેલના જેલર દ્વારા ડુંગરી પો.સ્ટે. માં કેદી અધિનિયમ ૧૯૦૦ ની કલમ ૫૧(એ), ૫૧(બી) મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હતો.
આમ, વલસાડ એલ.સી.બી. ને પેરોલ ફર્લો જમ્પ કરી ભાગી ગયેલ પાકા કામના કેદીને ડુંગરી કુંડીફાટકથી ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.