વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં રહેલો શિક્ષણમાં ભ્રષ્ટાચાર!
એમ.સી.આઇ ની પરીક્ષામાં પાસ થવા માટે યુનિવર્સિટીના સ્થાપક મનસુખ શાહ લાખ્ખો રૂપિયા ઉસેરતા હોવાનો ધડાકો
વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરવા લાખ્ખો રૂપિયાના થતા વહીવટ અંગે તળીયા ઝાટક તપાસ થાય તો ઘણા ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની શકયતા
વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના પીપળીયા ગામે આવેલ સુમનદિપ વિદ્યાપીઠ યુનિવર્સીટીમાં એમ.સી.આઇ ની પરીક્ષામાં પાસ થવા માટે લાખ્ખો રૂપિયાની ઉઘરાણી એટલે કે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાઓ વચ્ચે એક વિદ્યાર્થી પાસેથી રૂ.૨૦ લાખની રકમ લેતા યુનિવર્સિટીના કર્મચારી અને એક એજન્ટ રંગેહાથ ઝડપાઇ જતાં શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે આ પ્રકરણ ભારે વિવાદોમાં આવી જતાં હવે જવાબદારો દોડતા થઇ ગયા છે.
મેડીકલ ક્ષેત્રમાં આ યુનિવર્સીટીમાં ચાલતા ગોરખધંધાના વરવા ખેલ અંગે છેલ્લા ઘણા જ સમયથી અનેક ચર્ચાઓ ઉઠી રહી હતી પરંતુ હવે તો પ્રુફ પણ મળી જતાં અત્યાર સુધીમાં યુનિવર્સીટી વાળાઓએ કેટલા ગફલા કર્યા તે તો તપાસ બાદ જ ખબર પડશે પરંતુ આવા બે જવાબદારો દ્વારા જે રીતે પૈસા લઇને જે ખેલ કરવામાં આવી રહ્યો છે તેમાં અનેક લોકોના જીવ સાથે પણ રમત થઇ શકે તેમ હોવાનું પણ સપાટી ઉપર આવ્યું છે આ ગેરરીતી મામલે હાલમાં જે વાત બહાર આવી છે તેમાં અમદાવાદના એક વિદ્યાર્થીને પાસ કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અમદાવાદ ગ્રામ્યના પી.આઇ.ચેતરીયા તેમજ તેમની ટીમ દ્વારા સુમનદીપ વિદ્યાપીઠમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં કોલેજનો કર્મચારી ભરત સાવંત તેમજ યુનિવર્સીટીનો એજન્ટ તરીકે કામ કરતો ડો.ધૃવીલ બાબુભાઇ શાહ રંગેહાથે રૂ.૨૦ લાખ લેતા પકડાયા હતા એ.સી.બી. ની ટ્રેપમાં આ લાંચ યુનિવર્સીટીના સ્થાપક ડો.મનસુખ શાહ વતી લેતા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો આ મામલમાં શ્રીમાન શાહના પાણીગેટ વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર સ્થિતિ બંગલે પણ સર્ચની કામગીરી હાથ ધરાઇ હતી અને આ પ્રકરણમાં એસીબી ની ટીમ તમામ દસ્તાવેજાની ઝીણવટભરી તપાસમાં જાતરાઇ છે આ ભ્રષ્ટાચારનો રેલો કેટલાને દઝાડશે તે તો આવનારો સમય જ કહેશે.