રાજ્ય સરકારના બજેટ ઉપર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને ખેડૂતો મોટી આશા લઈને બેઠા છે કારણકે પારડીના ધારાસભ્ય અને રાજય સરકારમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્લાના હોવાથી વાપીના ઉદ્યોગકારો,ખેડૂતો, મધ્યમવર્ગના લોકોની રાજય સરકારના બજેટ પર નજર છે.
સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ મૂળ વાપીના ઉદ્યોગજગત સાથે નાતો ધરાવે છે તેઓ ઉદ્યોગકાર અને ખેડૂત પણ છે.
જેથી વાપીના ઉદ્યોગકારો અને ખેડૂતો લાભદાયક નવી જાહેરાટોની અપેક્ષા રાખી રહ્યા છે.
નોંધનીય છે કે નાણામંત્રી તરીકે કનુભાઇ દેસાઇ વિધાનસભામાં સૌ પ્રથમ વખત બજેટ રજુ કરવા જઇ રહયા છે અને બજેટ પૂર્વે જિલ્લામાંથી અનેક રજૂઆતો નાણામંત્રી સમક્ષ કરવામાં આવી પણ છે.
અહીં ઉદ્યોગકારોની માંગણીઓ ઉકેલાવાની આશા બંધાઈ છે.
જેમાં 5 વર્ષની સબસિડી સ્કીમ, રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસીમાં ફેરફાર, ઉદ્યોગોના એક્સપાન્ઝન સ્કીમમાં ફેરફાર, સીઇટીપીની દરિયા સુધીની પાઈપલાઈન પ્રોજેકટ માટે જરૂરી નાણાકીય રકમની સહાયની જાહેરાત, ઔદ્યોગિક પોલિસીમાં હાલ 2 વર્ષની સબસિડી સ્કીમ છે. તેને બદલે 5 વર્ષની સબસિડી સ્કીમ અમલમાં આવે,જીપીસીબી દ્વારા રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસી છે. તેમાં ફેરફાર કરી ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન ઝોન બેઝ ઉદ્યોગોને સ્થાપવા જે 500 મીટરની પોલીસીમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નો ઉકેલાય તેવી સ્થાનિક ઉદ્યોગકારો આશા રાખીને બેઠા છે.