વલસાડ : વલસાડ ખાતે રોટરી કલ્બ ઓફ બલસાર તથા રોટરેકટ કલ્બ ઓફ બલસાર ના સંયુક્ત ઉપક્રમે રક્ત દાન કેમ્પ યોજાયો.
વલસાડ ના રોટરી કલ્બ ઓફ બલસાર અને રોટરેકટ કલ્બ ઓફ બલસાર દ્વારા રક્ત દાન નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આજરોજ 1 જુલાઈ ના દિને ડોક્ટર ડે તથા રોટરી વર્ષ 2017-18 ની શરૂઆત લોક જનહીત ના કાર્યક્રમો થી કરવાનુ નકકી કરવામાં આવ્યું હતું.જેમાં રક્ત દાન ની જરૂરીયાત પુરી પાડવા આ કેમ્પ યોજાયો હતો. સવારથી મુશળધાર વરસાદ હોવા છતા રોટરીયન રોટરેકટ તથા કેરીયર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તથા વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વલસાડ રક્ત દાન કેન્દ્ર ની ટીમ ખડેપગે ઉભા રહી કાર્ય કરયુ હતુ. અને 67 લોહી ની બોટલો એકત્ર કરી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાર્યક્રમ ના પ્રોજેક્ટ ચેરમેન મેહુલ સોલંકી, પ્રમુખ સુનીલ જૈન, નીરવ પરમાર ભારે જેહમત ઉઠાવી હતી. અને કાર્યક્રમ ના અંતે નગરપાલિકાના ચીફ ઇજનેર હિતેશભાઈ પટેલ એ સૌનો આભાર માન્યો હતો.