વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પ્રાંત,મામલતદાર સહિતના કફલાએ જિલ્લામાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ છે અને ખનિજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરતાં લાગતા વળગતા તત્વો દોડતા થઈ ગયા છે અને મળતી વિગતો મુજબ વલસાડ જીલાના છેવાડે આવેલા મોટાપોંઢામાં રેતી,માટી ચોરો સામે તંત્રએ લાલઆંખ કરી 20 કરતા પણ વધુ ટ્રક કબ્જે લેતા જવાબદારો દોડતા થઈ ગયા છે અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વિગતો મુજબ રોયલ્ટી વગર રેતી અને માટી ચોરી કરતા તત્વો સામે કડક પગલાં ભરી 20 કરતા વધુ ટ્રકોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વહેલી સવારથીજ કાર્યવાહી શરૂ થતાં ભારે ચકચાર મચી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નેવરી ગામે નોકરી ધંધે જતા લોકોની ઇકો કાર સામે કાર્યવાહી નો લોકો એ વિરોધ કરી ધરમપુર મામલતદાર ,પ્રાંત અધિકારી ધરમપુર, અને કપરાડા મામલતદાર નો લોકો એ ઘેરાવ કર્યો હતો અને પારડી – નાસિક પર હોબાળો કરી રોડ બંધ કરી દીધો હતો અને લોકો એ માંગ કરી હતી કે શામાટે નોકરિયાત વર્ગને પરેશાન કરવામાં આવે છે? અને શામાટે ઓવરલોડ જતી બસ, અને ટ્રકો અટકાવવામાં નથી આવતી ? અને જો કાર્યવાહી કરવીજ હોય તો ઓવરલોડ અને રોયલ્ટી ની ચોરી કરતા વાહનો સામે પગલાં ભરવા અધિકારી ઓને કહેતા આખરે અધિકારીઓ એ ઓવરલોડ ટ્રકો સામે મોટાપાયે કાર્યવાહી કરતા જિલ્લામાં સબંધિત લોકોમાં ભારે દોડધામ મચી છે.