વલસાડના ઝરોલી ગામે રાજકીય આગેવાનના ઘરમાં લૂંટારુ ત્રાટકતા ભારે ચકચાર મચી ગઈ છે લૂંટારુઓએપરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે.
વલસાડના ઝરોલીમાં લૂંટની ઘટના બનતાં ભારે ચકચાર ફેલાઈ ગઇ છે,જાણવા મળતી વિગતો મુજબ વલસાડના ઝરોલી ગામે જિલ્લા પંચાયતના માજી સભ્ય રાજુ ઘોડીના ઘરે ત્રાટકેલા લૂંટારુઓએ ઘરના પરિવારના સભ્યોને હથિયાર બતાવી ધમકાવીને બંધક બનાવી એક રૂમમાં પુરી દીધા બાદ લૂંટને અંજામ આપ્યો હતો.
જોકે,ઘરમાં રોકડ રકમ નહિ હોવાથી સોના ચાંદીના દાગીના લૂંટીને લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા.
આ ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવની જાણ થતાં પોલીસે લૂંટારુઓના સગડ દબાવી તપાસ હાથ ધરી છે.