વલસાડ નજીકના ડુંગરી નેશનલ હાઈવે પર દમણથી સુરત તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી ક્રેટા કાર નંબર જીજે 05/જીઓ 7205 પલ્ટી મારી જતા ગાડી માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો નીકળી પડતા લોકોએ લૂંટ ચલાવી હતી. વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઇવે ઉપર ડુંગરી બ્રિજ ઉતરતા જ હાઇવે પર કાર ડિવાઇડર ઉપર ચડી જઈ પલ્ટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચારેક જેટલા લોકો સામાન્ય ઇજાઓ થતા સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા,દરમિયાન કારમાં ઈંગ્લીશ બોટલોનો દારૂનો જથ્થો રોડ ઉપર નીકળી પડતા સ્થળ ઉપર દોડી આવેલાલોકોએ દારૂની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. ઘટના અંગેની જાણ થતાં ડુંગરી પોલીસ સ્થળે પહોંચી ત્યાં સુધીમાં લોકો મોટાભાગનો દારૂનો જથ્થો લઈ ગયા હતા.
અકસ્માતગ્રસ્ત કારમાં પાંચ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો હોવાની વાત લોકો જણાવી રહયા હતા જેની લોકો લૂંટ ચલાવી હોવાનું કહેવાય છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.