વલસાડ-નાસિક સ્ટેટ હાઇવે ઉપર આવેલા દિક્ષલ ગામના તેજસ પેટ્રોલ પંપ ઉપર મોઢા ઉપર રૂમાલ બાંધી હાથમાં દાંતેડા, કોયતા જેવા હથિયાર સાથે આવેલા લૂંટારુઓએ પંપ ઉપર હાજર કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવતા ભારે દેકારો મચી ગયો છે.
પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા વોચમેન સહિત 3 કર્મચારીઓને હાથ પગ બાંધી કેશિયરની કેબિનમાં તોડફોડ કરી હતી તેમજ LED TVની તોડફોડ કરી હતી.
લૂંટારુઓ પેટ્રોલ પમ્પના કર્મચારીઓના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.7.34 લાખની લૂંટ ચલાવી પેટ્રોલ પમ્પ ઉપર લાગેલા DVR પણ લૂંટી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.
લૂંટારુઓ જતા રહ્યા બાદ કર્મચારીઓએ આ ઘટનાની જાણ કપરાડા પોલીસ અને પેટ્રોલ પમ્પ સંચાલકોને કરતા વલસાડ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે નાકાબંધી કરી ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવીને લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.