— અરજી ફોર્મ તા.૨૭ જુલાઈ સુધી જ સ્વીકારવામાં આવશે
વલસાડ તા. ૦૫ જુલાઈ
વલસાડના કોસંબા-ભાગડાવડા ખાતે ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર હેઠળ ચાલતી સરકારી ટેકનીકલ સેન્ટરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે માન્ય ટીઈબી પેટર્ન (ટ્રેડઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન વાયરીંગ એન્ડ જોઈન્ટિંગ) અભ્યાસક્રમમાં પ્રવેશકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ એક વર્ષના અભ્યાસક્રમમાં ધોરણ ૧૦ પાસ/નાપાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ સરકારી ટેકનીકલ સેન્ટર કોસંબા-ભાગડાવડા, પોલીટેકનિક કેમ્પસ, વલસાડ ખાતેથી પ્રવેશ માટેનું અરજી ફોર્મ મેળવી લેવું. તેમજ અરજી ફોર્મ તા.૨૧ જુલાઈ, ૨૦૨૩ સુધીમાં જમાં કરાવવાનું રહેશે.