વલસાડમાં ચકચારી વૈશાલી બલસારા મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોતાની સહેલીને આપેલા રૂ.25 લાખ પરત માંગવા જતા તેની હત્યા કરી દેવામાં આવી હોવાની વાત સામે આવી છે.
પોલીસે તમામ પ્રકારના સર્વેલન્સ અને ટેક્નિકલ ટિમની મદદ થી ગુનો ડિટેકટ કર્યો હતો.
સિંગર વૈશાલી બલસારાની મહિલા મિત્રજ વૈશાલી ના મર્ડર ની માસ્ટર માઈન્ડ હોવાનું ખુલતા ભારે ચકચાર મચી છે.
વૈશાલી એ તેની મિત્ર ને 25 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા જે 25 લાખ રૂપિયા પરત આપવા ન પડે એમાટે કોન્ટ્રાક્ટ કિલરને સોંપરી આપવામાં આવી હતી.
અને અન્ય રાજ્ય માંથી કોન્ટ્રાક્ટ કિલર બોલાવી મર્ડર કરાવ્યું હોવાની વાત સામે આવી છે.
વૈશાળીએ મિત્ર પર પૈસા પરત માગતા હત્યા થઇ હોવાનો થયો મોટો ખુલાસો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ તાલુકાના સેગવી ખાતે રહેતી સિંગર વૈશાલી બલસારાની પારડીની પાર નદી નજીક અવાવરું જગ્યાએ બંધ કારમાં હત્યા કરેલી હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસે 8 અલગ અલગ ટીમો બનાવી હતી. વૈશાલીની લાશનું વલસાડ પોલીસે ફોરેન્સિક PM કરવી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. LCB, SOG, પારડી અને સીટી પોલીસની કુલ 8 ટીમો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જે પૈકી 2 ટીમો રાજ્ય બહાર તપાસ કરવા માટે ગઈ હતી. વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ તપાસ ટીમો દ્વારા શકમંદોની પ્રાથમિક પૂછપરછ કરીને હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.