સોસીયલ મીડિયા પર ફોટા વાયરલ થતા શાળા સંચાલક ની બેદરકારી બહાર આવી
વલસાડ ની એક ખાનગી શાળાની ૫ જેટલી વિદ્યાર્થીની શાળા નો ડ્રેશ પહેરી તિથલ પર બિન્દાસ જાહેરમાં ફરતા હોય તેવા ફોટા વલસાડના મોટાભાગના યુવાનો ના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા અનેક કોમેન્ટ શાળા વિરુદ્ધ જોવા મળી રહી છે જેમાં અમારી ટીમે તમામ હકીકત સુધી તપાસ હાથ ધરતા આ વાયરલ થયેલ ફોટો વલસાડની જમનાબાઇ સ્કૂલની વિદ્યાર્થીનીઓ હોય જેવો શાળા સમયે પોતાના શાળા એ જવાના બદલે બિન્દાસ કોઇના ડર વગર તિથલ બીચ પર જાહેરમાં ફરવા ગયા હોય ત્યાં તેવો પોતાની બેગમાં અન્ય કપડાં જાહેરમાં બદલાતા હોય તેવા મેસેજ મળી રહ્યા હતા. યારે કોઈક યુવાને તેના કેમેરામાં આ તસ્વીર પાડી સોસીયલ મીડિયા ના માધ્યમ થી તમામ ના મોબાઇલમાં આ તમામ ફોટા વાયરલ કર્યા હતા. જ્યાં અમારી ટીમે આ અંગે શાળાના પ્રિન્સિપલ ઉષાબેન પટેલ ને આ અંગે માહિતી પૂછતાં તેમને આ ઘટના અંગે કોઈ માહિતી ન હોય પોતે આ મેટર માંથી ભાગવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા જ્યારે આ અંગે અમારી ટિમ દ્વારા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ ને તમામ વિગત થી વાકેફ કરતા આ અંગે કેવા પગલાં લેવાશે અંગે માહિતી પૂછતાં તેમને શાળા સંચાલક ને આ તમામ ઘટના અંગે જાણકારી આપી પ્રથમ તો જેમણે ફોટો વાયરલ કર્યો છે એના વિરુદ્ધ પગલાં ભરી બાદમાં જવાબદાર વ્યક્તિ સામે પગલાં ભરવાની મીડિયા સમકક્ષ રજુઆત કરી હતી.
– ત્યારે અમારી બસ એકજ અવાજ છે કે આ જે બનાવ બન્યો તેના પાછળ જવાબદાર કોણ.?
– અગર જો આ બાળા ઓ સાથે કોઈ મોટી ઘટના કે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનો જવાબદાર કોણ.??
– શાળા સમયે જો વિદ્યાર્થીની ઓ બહાર ફરતી હોય તો વાલીઓ ની પણ ફરજ બને છે કે તેઓ હર વિક કે પછી દર મહિને તપાસ કરાવે કે તેમનો બાળક શાળા એ જાય છે કે???
– અને ખાસ કરી ને વલસાડ પોલીસે એ પણ આ વાત ની ધ્યાન આપવું કે શાળા-કોલેજ બહાર ફરતા આવા ઇશ્કીટટ્ટુ રોમિયો સામે કાયદાકીય પગલાં લેવાય જેથી કોઈ નાબાલિક બાળા આવા રોમિયો ના શિકાર માં ન આવે