વલસાડ તાલુકામાં રહેતી 17 વર્ષીય સગીરાના અપહરણ પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે,વલસાડ ની સગીરાનું અપહરણ કરનાર બારડોલી ના કછોલીનો ઈસમવાંસદા થી ઝડપાઇ ગયો છે.
યુવતી ના અપહરણ ની ઘટના માં ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV સાથે બાતમીદારો ના મદદ થી આરોપી ને ડુંગરી પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી ગત તા.1 મેં થી સગીરા ને લગ્નની લાલચ આપી યુવતી ના ઘર પાસે થી અપહરણ કરી ગયો હતો
શખ્સ અને સગીરા નું મેડિકલ કરાવી પોલીસે આગળ ની તપાસ શરૂ કરી છે.
ડુંગરી પોલીસે સગીરા ની પ્રાથમિક પૂછપરછ કરતા સગીરા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું છે.
ડુંગરી પોલીસે સગીરા ના અપહરણની ફરિયાદમાં દુષ્કર્મની કલમ નો ઉમેરો કરી આગળ ની તપાસ હાથ ધરી છે.