—નિયમો માત્ર પ્રજા માટેજ છે કારણકે જો જનતાએ આધાર કાર્ડ,લાયસન્સ,ચૂંટણી કાર્ડ કઢાવવું હોયતો પણ તમામ આધાર પુરાવા આપવા પડે છે,પણ જો લબાડો ખુરશી ઉપર બેસી જાયતો બાપા ની પ્રોપર્ટી હોય તેમ નિયમ વિરુદ્ધ જઈ સરકારી પ્રોપર્ટી પણ ગળસી જવામાં શરમ રાખતા નથી જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
વલસાડમાં ગેરકાયદે મોટા મોટા કાંડ થયા છે અને કેટલીક ચંડાળ ચોકડીએ ભેગા મળી આવાજ ખેલ ખેલ્યા છે આવા લોકોએ કરોડો કમાઈને જલસા કર્યા છે બીજુ તો બીજું સરકારી જમીનો પણ છોડી નથી તેમાંય કરોડોનું કરી નાખ્યું છે પણ બધું દબાઈ ગયું છે.
વલસાડના કબાટમાં આવા કેટલાય ભ્રષ્ટાચારના હાડપિંજર ભરેલા પડ્યા છે તે પૈકી એક મોટું કૌભાંડ સત્યડેની નજરમાં આવ્યું છે જેમાં સરકારી જમીન ઉપર એક હોસ્પિટલ અને બાજુની જગ્યામાં બિલ્ડીંગનું કન્ટ્રકશન ચાલુ થયું છે.
આ જમીન સરકારી છે અને તેના ઉપર બેરોકટોક બાંધકામ ચાલુ છે.
હવે થોડા વર્ષ પાછળ નજર કરવામાં આવેતો કરોડો રૂપિયાની આ સરકારી જમીન ઉપર એક પૂર્વ ચીફ ઓફિસરે આખો ખેલ પાર પાડ્યો હોવાની વાત સામે આવી છે તેઓએ આ સરકારી જમીન ઉપર પાલિકાના રૂપિયે બિલ્ડીંગ બનાવી દસ્તાવેજ પણ બનાવી નાખ્યો અને પાલિકાના અધિકારીઓને મફતના ભાવે ફ્લેટ પણ આપ્યા અને દસ્તાવેજ પણ થઈ ગયા પણ હવે પ્રોપર્ટી કાર્ડમાં નામો કેવી રીતે ચડ્યા અને કબ્જેદાર તરીકે ચીફ ઓફિસરનો દસ્તાવેજ કેવી રીતે બન્યો વગરે બાબતો વચ્ચે આ જમીન કેવી રીતે વેચાઈ ગઈ વગરે મુદ્દાઓ ફરી ભૂત બનીને ધુણવા માંડ્યા છે.
લુહાર ટેકરા વિસ્તારમાં આવેલી આ પ્રોપર્ટી બિલ્ડરને પધરાવી દેવામાં આવી હતી જેની ઉપર બાંધકામ ચાલુ થઈ ગયું છે.
હવે કેટલાક સવાલ ઉભા થયા છે કેજો નિયમની વાત કરીએ તો આધાર કાર્ડ,લાયસન્સ,ચૂંટણી કાર્ડ કઢાવવું હોયતો પણ જો આધાર પુરાવામાં એક ન હોયતો પણ જનતા નું કોઈ ચલાવી લેતું નથી પણ જો કોઈ લબાડો ખુરશી ઉપર બેસી જાયતો બાપા ની પ્રોપર્ટી હોય તેમ નિયમ વિરુદ્ધ જઈ બધું ગળસી જવામાં શરમ રાખતા નથી તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે.
હાલ,આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે અને હવે તેને પ્રજા વચ્ચે લઈ જઈ ખુલ્લો પાડવામાં આવશે (ક્રમશ:)