વલસાડ જિલ્લા માં કોરોના ના કેસો અચાનક વધવા લાગતા જિલ્લા નું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર એક્શન માં આવી ગયું છે,ઓમીક્રોન ની દહેશત ને લઈ પગલાં ભરવામાં આવી રહયા છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ફિમેલ વોર્ડ તેમજ 30 બેડનો મેલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, વલસાડ જિલ્લામાં 9 દિવસમાં જ 24 કેસ નોંધાતાં જિલ્લા પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈન નો અમલ કરાવવામાં આવી રહ્યોછે.
સંક્રમણ અટકાવવા પોલીસ દ્વારા ગુરૂવારથી જ માસ્ક ચેકીંગ અભિયાનનો વલસાડ શહેરથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.આ સાથે સમગ્ર જિલ્લામાં માસ્ક સહિત કોવિડ-19ના નિયમોના ભંગ કરનારાને ઝડપી પાડવા પોલીસ ચેકિંગ અભિયાન શરૂ કરાતાં લાપરવાહી વર્તનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
ડિસેમ્બરના પ્રારંભના 9 દિવસના આંકડા જોતાં કોવિડ-19ના નિયમોનો સખતીથી અમલ કરાવવામાં ન આવે તો જાન્યુઆરી સુધીમાં કોરોના ગંભીર સ્વરૂપ પકડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેરમાં થૂંકવાર અને માસ્ક નહિ પહેરનાર સહિત નિયમોનો ભંગ કરનાર સામે સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ કોઇપણ વ્યક્તિ વિરૂધ્ધ પોલીસ દ્વારા રૂ.1 હજારનો દંડ વસુલ કરવા અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.