વલસાડમાં ખુલ્લેઆમ બર્થડે પાર્ટીમાં દારૂ-બિયરની બોટલો મૂકી કેક કાપી ઉજવણી કરવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહયા છે અહીં પોલીસનો કોઈજ ડર નહિ હોવાનું જણાય આવે છે.
વલસાડમાં જ્યાં જુઓ ત્યાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને મળે છે આ શહેરમાં પણ વર્ષોથી દારૂબંધી કાયદાનો કડકથી અમલ થયો નથી ત્યારે હવેતો જાહેરમાં લોકો કાયદાની મજાક ઉડાવી રહયા છે.
વલસાડના શહીદ ચોકમાં આવેલા બરૂડિયાવાળમાં જાહેરમાં એક યુવકે કેક ઉપર બિયરના ટીન અને દારૂની બોટલ મૂકી જન્મ દિવસની ઉજવણી કરી છે.
જયંત બરૂડિયા નામના વ્યક્તિના જન્મદિવસ દારુની બોટલ સાથે ઉજવ્યો હોય તે રીતે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.
આ વાત ઘણું બધું કહી જાય છે કે વલસાડમાં દારૂબંધીનો અમલ કેટલો થાય છે.
લોકોને અહીં પોલીસનો કોઈ ડર જોવા મળતો નથી અને જાહેરમાં દારૂની બોટલો સાથે બર્થડે પાર્ટી મનાવી રહયા છે.