સુરતની તક્ષશિલા હોનારત બાદ પણ જવાબદારો જાગતા નથી
ટેરેસ ઉપર પરમિશન વગર જ વર્ષો થી ધમધમતી આ ગેરકાયદે હોટલ સામે પગલાં ભરવામાં અત્યારસુધી ના શાસકો નિષ્ફળ રહ્યા છે હાલ માં આવેલ ત્રિદેવ અવતાર અધિકારીઓ આ હોટલ ની ડિટેઇલ કઢાવે તો ચોંકી જશે !
વર્ષો થી જામી ગયેલા મઢુંલી હોટલ ને કોનું પીઠબળ છે તે સમજાતું નથી પણ આટલા વર્ષો થી વગર પરમિશન થી ચાલતી આ હોટલ ચલાવતા ઈસમો ની લાગવગ જરૂર ઉંચી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે,ચોંકાવનારી વાત તો એ છે કે સુરત માં બનેલા તક્ષશિલા કાંડ બાદ રાજ્યભરમાં આવી ટેરેસ ઉપર બનાવાયેલા ડોમ દૂર કરી ધંધા બંધ કરાયા હતા પણ અહીં કોઈ એક્શન લેવાયા નથી.
વલસાડ શહેર ની મધ્ય માં આવેલી અને અગાઉ વિવાદો માં ઘેરાયેલી હોટલ મઢુલી પાલિકા ની વગર મંજૂરી એ ધમધમી રહી છે. એટલુજ નહિ આ હોટલ બિલ્ડિંગ પાંચ માં માળે ધમધોકાર ચાલી રહી છે ત્યારે સુરત તક્ષશિલા કાંડ જેવી મોટી હોનારત થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જાણવા મળતી વિગતો મુજબ વલસાડ નગર પાલિકા માંથી સી.સી. લીધા વિના આ હોટલ મઢુલી બિન્દાસ્ત ધમધમી રહી છે. અને જિલ્લા કલેકટર તેમજ તંત્ર નો જાણે કોઈજ ડર અહીં જોવા મળતો નથી અને નિયમો ને ઘોળી ને જવાબદારો પી ગયા છે ,અહીં બિલ્ડિંગ ના 5માં માળે બાંધકામ કરી ટેરેસ ની જગ્યા માં રેસ્ટોરન્ટ ચાલુ કરી તંત્ર ને ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર આના પર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે એક સવાલ છે.
એક તરફ પાલિકા ના ચીફ ઓફિસર વસાવા તેમજ જિલ્લા કલેકટર રાવલ અને જીલ્લા પોલીસ વડા ઝાલા ની સંયુકત ટીમ શહેર માં આવા ગેરકાયદે બાંધકામો સામે એક ધાક ઉભી કરીને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે ત્યારે હજુપણ કઈ કેટલાય બાંધકામો પડકાર ફેંકી રહ્યા છે જે નિયમો વિરુદ્ધ છે જે પૈકી મઢુલી હોટલ નો પણ સમાવેશ થાય છે. આ હોટલ બિલ્ડિંગ ના 5 માં માળે ટેરેસ ની જગ્યા માં કંપલીશન સર્ટિફિકેટ લીધા વિના આટલુ મોટું બાંધકામ કરી હોટલ નો વ્યવસાય શરૂ કરતા અત્યાર સુધી ના વર્ષો થી પાલિકા ની રહેમ નજર હેઠળ કારભાર ચાલતો હોવાની બૂમ ઉઠવા પામી છે. હાલ માં જ્યારે તંત્ર ખરેખર નિયમ મુજબ ગેરકાયદે બાંધકામો તોડવા કે હઠાવવા ઉપર છે ત્યારે વર્ષો થી ધમધમતી ગેરકાયદે મઢુંલી હોટલ નો પણ હિસાબ થાય તે જરૂરી છે અને કાયદેસર ની કાર્યવાહી થશે તો જનતા માં એક પોઝીટીવ છાપ ઉભી થશે. ત્યારે આગામી સમય તંત્ર પગલાં ભરે તે સામે સૌની મીટ મંડાઈ છે.હોટલ મઢુલી ની મગજ મારી નો બીજો એહવાલ ટૂંક સમય માં….