વલસાડમાં છેલ્લા ઘણાજ સમયથી વાહનચોરીના વધેલા બનાવો વચ્ચે વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે વાંકલ ગામ પાસે કેટલાક ઈસમો મોંઘીદાટ સ્પોર્ટ બાઈક વેચવાની તજવીજ કરી રહયા છે જેથી પોલીસે તપાસ કરતા ત્યાં 6 યુવકો નંબર વગરની સ્પોર્ટ બાઈક સાથે નજરે પડતા પોલીસે ગાડીના કાગળો માંગતા ગાડીના કાગળો મળી ન આવતા તમામને અટકમાં લઈ પૂછપરછ કરતા ધરમપુર પાસેના ગેરેજમાં વધુ બાઇકો સંતાડેલી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તપાસ દરમિયાન કુલ 12 બાઈક કબ્જે લઈ તેઓ પાસેથી 7 મોબાઈલ મળી કુલ 14.15 લાખનો મુદ્દામાલ ડિટેન કરી 6 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલા ચોર લોકોએ સ્પોર્ટ બાઈક પણ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આ યુવાનો મોજશોખ માટે બાઇક ચોરી કરતા હોવાનું કબુલ્યુ હતું. આરોપીઓએ ઓછી કિંમતમાં 2 બાઈક મુંબઇ અને નવસારીના વ્યક્તિને વેચી હોવાની કબૂલાત કરી હતી. બે જેટલી બાઇકો રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ દ્રારા ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કરતા હોવાનું સામે આવું છે સાથે આરોપીઓ દ્વારા વલસાડ રૂરલ, ધરમપુર, પારડી, નાનાપોઢા સહિત નવસારી જિલ્લામાં મળી કુલ 14 જેટલા બાઈક ચોરીના ગુનાહોનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે સાથે 12 જેટલી બાઇકો રિકવર કરવામાં આવી છે તો 2 બાઇકો રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.