વલસાડના નાનકવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયતની સામે આવેલ નિધિ એપાર્ટમેન્ટના બાલકનીનો સ્લેબ તૂટી પડતા ૩ જણને ઈજાઓ પહોચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ચાર વ્યક્તિઓ બિલ્ડિંગના અંદર ફસાયા હોવાથી વલસાડ નગરપાલિકા ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
વલસાડ શહેરમાં અવારનવાર ચોમાસાને કારણે જર્જરિત મકાનોના સ્લેબ ધારાસાઈ થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ સાંજના સમયે વલસાડના નાનક વાળા વિસ્તારમાં ગ્રામ પંચાયતની સામે આવેલ નિધિ એપાર્ટમેન્ટના દાદર ના ભાગ નો સ્લેબ ધારાશાહી થતાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને બિલ્ડીંગમાં ફસાયેલ ચાર જેટલા લોકોનું વલસાડ નગરપાલિકા ફાયર ની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું