વલસાડના અબ્રામા વિસ્તારમાં રોમિયોગીરી કરતા એક આધેડને લોકોએ ફટકાર્યો હતો.
ઇમરાન નામનો આ આધેડ શાળાએ જતી આવતી માસૂમ વિદ્યાર્થીનીઓને બેડ ટચ કરી હેરાન કરતો હોવાના આક્ષેપ લાગ્યા છે.
આ આધેડ બસ સ્ટેશનમાં પહોંચી જતો હતો અને બસમાં ચડતી ઉતરતી વિદ્યાર્થીનીઓને છેલ્લા કેટલાક સમયથી ટચ કરી વિકૃત મજા લેતો હતો.
આ આધેડની આ પ્રકારની હરકતોનો શિકાર બનેલી વિદ્યાર્થીનીઓ શરમ અને ગભરાટ ને કારણે સહન કરતી હતી પણ એક વિદ્યાર્થીનીએ વિરોધ કરી લોકોને જાણ કરતા હાજર લોકો અને મહિલાઓ એ આધેડને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો
આ આધેડનું નામ પૂછતાં ઇમરાન હોવાનું જણાવ્યું હતું.
વલસાડ શહેરમાં આવેલી શાળા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને બસ સ્ટેશન કે ચાલુ બસમાં ગમે ત્યાં સ્પર્શ કરી અડપલાં કરવાની આધેડને ટેવ પડી જતા વિદ્યાર્થીનીઓ તેનાથી કંટાળી ચુકી હતી.
દરમિયાન શાળા કોલેજ છૂટવાના સમયે વલસાડ ધરમપુર બસમાં આધેડ આવી ગયો અને ટેવ મુજબ એક વિદ્યાર્થીનીને ટચ કરતા જ આ વિદ્યાર્થીનિએ બૂમાબૂમ કરતા મુસાફરોએ પૂછતાં બસમાં હાજર વિદ્યાર્થીનીઓએ
આધેડ વિદ્યાર્થિનીને વારંવાર અડપલાં કરી કનડગત કરતો હોવાનું જણાવતા બસના યાત્રીઓ અને સ્થાનિક લોકોએ આધેડને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
ઘટનાની જાણ સ્થાનિક લોકોએ સીટી પોલીસની ટીમને કરતા સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોના હાથે લાગેલા આધેડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સીટી પોલીસ મથકે આધેડને લાવવામાં આવ્યો હતો. વલસાડ સીટી પોલીસે આધેડની પ્રાથમિક તપાસ કરતા આધેડ ઇમરાન નવસારીનો રહેવાસી હોવાનું તેમજ ધમડાચી પીરૂ ફળીયા ખાતે આવેલી FCI ગોડાઉનમાં છૂટક મજૂરી કરતો હોવાનો સામે આવ્યું હતું.
વલસાડ સીટી પોલીસે આધેડના હાથે કનડગત થયેલી વિદ્યાર્થીનીઓના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.