વલસાડ માં રખડતા ઢોર ને પકડવામાં તંત્રવાહકો લાચાર સાબીત થાય છે. કારણ કે શહેર મા ઠેક ઠેકાણે રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માત નોત્રે છે. જેના થી ઘણા લોકો એ જીવ ગુમાવ્યા છે. અને કેટલાક ગંભીર રીતે ઘવાયા છે. તેમ છતાં તંત્ર ના પેટ નું પાણી નથી હલતું.
વલસાડ ના તીથલ રોડ પર આજે સવારથી રસ્તાની વચ્ચોવચ ઢોરો એ અડિંગો જમાવી દીધો હતો. જેના લીધે આ રસ્તા પરથી પસાર થતા શાળાના બાળકો, નોકરી અર્થે જતા વાહન ચાલકો, રહદરીઓ, વૃદ્ધો ને ભારે તકલીફ વેઠવી પડી હતી. તેમ છતાં તંત્ર વાહકો ની આંખ ઉઘડતી નથી. એટલુજ નહિ શહેર ના પોર્શ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર જીલ્લા કલેક્ટર, ડી.એસ.પી, ડી.ડી.ઓ સહિત પ્રથમ વર્ગના અધિકારીઓ રહે છે. તેમ છતાં ફાટીને ધુમાડે ગયેલા કેટલાક કર્મચારીઓ ને ઢોર પકડવા માટે ફુરસદ નથી મળતી. જો પ્રથમ વર્ગના અધિકારીઓ ના ઘર નજીક ના રસ્તાઓ ની આવી દશા હોઈ તો સાધારણ લોકો ની તો વાત શું કરવી. ઢોર પકડવા માટે પૂરતા સાધનો અને કર્મચારીઓ હોવા છતાં કોઈ પણ રિત ની કામગીરી કરવામાં આવતી નથી.જેને લઈ ને લોકો તો મોતને ભેટે છે. પણ તેની સાથે મૂંગા પશુઓ પણ અકસ્માત નો ભોગ બને છે. જેના માટે એટલાજ જવાબદાર ઢોર ના માલિકો પણ છે. કારણ કે જ્યાંસુધી મૂંગા પશુઓ તેમને ઉપયોગી થાય ત્યાંસુધી તેને સાચવે છે. અને ત્યારબાદ મૂંગા પશુઓ ને ખુલ્લા રસ્તા પર મારવા માટે છોડી દે છે. માટે આ મુગા પશુઓ માટે પાંજરાપોળ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર વાહકો પોતાનું કામ કરતા નથી.