રોટરી ક્લબ ઓફ બલસાર તથા ઈનર વ્હીલ ક્લબ ઓફ બલસાર ના વર્ષ 2017-18 ના નવા પ્રમુખ તથા વિવિધ હોદ્દે દારો માટે નો શપથ ગ્રહણ યોજાયો હતો.
રોટરી ક્લબ ઓફ બલસાર ના 59 માં પ્રમુખ તરીકે રો. સુનીલ જૈન તથા ઈનરવ્હીલ ક્લબ ઓફ બલસાર ના પ્રમુખ તરીકે શીવાની ઉપાધ્યાય નો શપથ વિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્સ્ટોલીંગ ઓફીસર તરીકે ડિસ્ટ્રીક્ટ ગવર્નર મે. રૂચિર જાની ઉસ્થીત રહ્યા હતા. સભા ની શરૂઆત મા હાલ ના પ્રમુખ મે.ભાવના શાહ દ્વારા સૌ ઉપસ્થિત રહેલા મહેમાનો ને આવકારવા માં આવ્યા હતા. તથા ગત વર્ષ ના મહત્વના કાર્યો અંગેની માહિતી પુરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ ઇન્સ્ટોલીંગ ઓફીસર રૂચિર જાની નો પરિચય રો. ધર્મીન દેસાઈ એ તથા નવા નીયુક્ત પ્રમુખ નો પરિચય રો.દીપેશ શાહ એ આપ્યો હતો. તથા નવા પ્રમુખ તરીકે ના શપથ લીધા બાદ રો. સુનીલ જૈન આગામી વર્ષ માં શિક્ષણ ક્ષેત્રે તથા સમાજ ઉપયોગી વિવિધ કાર્યો રવાનો નીર્ધાર કર્યો હતો. આ પ્રસંગે વલસાડ ના સીનીયર મોસ્ટ પી.ડી.જી. કીકુ કાકા તથા ડી.જી.એન. અનીશ શાહે શુભ કામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમ ના અંતે રોટરી ક્લબ ઓફ બલસાર માં સેક્રેટરી તરીકે જોડાયેલા હિતેશભાઈ પટેલ એ ઉપસ્થિત રહેલા મેહમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન અલ્પા મોદી તથા રો. ચેતન મોદી એ કર્યું હતું.