વલસાડ જે.સી.આઈ ક્લબ દ્વારા નગરપાલિકા ના સથવારે પ્રથમ વખત અનોખી હેપ્પી સ્ટ્રીટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળપણ ની યાદો તાજા થઇ હતી. વલસાડ ના સ્ટેડિયમ રોડ ખાતે આજરોજ રવિવાર ના વહેલીસવારના 8 કલાકે જે.સી.આઈ અને વલસાડ નગરપાલિકા પ્રમુખ સાથે ધારાસભ્ય ભરત ભાઈ પટેલ ના નેજા હેઠળ હેપ્પી સ્ટ્રીટ ગેમ ખુલ્લું મુકાયું હતું જેમાં વલસાડ શહેરના નાના થી લઇ વડીલ સુધી તમામ લોકોએ ભાગ લીધો હતો જે ગેમ્સ માં વિવિધ ગેમો રમાડવામાં આવી હતી જેમાં ડાન્સ,લખોટી,સાપસીડી,સ્કેટિંગ,ફુલરેકેટ,દડાફેંક,ભમરડા,દોરડા કૂદ, જેવી વિવિધ બારપણ ને યાદ કરાવતી ગેમ્સો રમાડવામાં આવી હતી જે તમામ ગેમ્સ માં પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી,ધારાસભ્ય ભરતભાઈ પટેલ જાતે તમામ ગેમ્સ રમતા નજરે પડ્યા હતા , ત્યારે વલસાડ ની જનતા જેસીઆઈ ના તમામ સભ્યો નો આભાર માન્યો હતો કે જેમને આજે પણ આવી લુપ્ત થતી ગેમ્સો ને યાદ કરાવી બાળપણ ફરી યાદ કરવાના પ્રયત્ન કરાવ્યા હતા આ પ્રસન્ગને સફળ બનાવ વલસાડ ઉમિયા સોસીયલ ગ્રુપ,અતુલ ક્લબ,તથા વિવિધ સંસ્થા નો જે.સી.આઈ વલસાડ એ ધન્યવાદ આપ્યા હતા.
સુભાષ ઠાકોર ( વલસાડ )