જીમ ઓનર એ સ્થાનિક પોલીસ બોલાવી પાર્કીગ ગેટ બંધ કરાવી
ગેરકાયદેસર વાહન પાર્કિગ ને લઇ જીમ ઓનરની કારને થયેલ નુકશાન નો જવાબદાર કોણ?
વલસાડ આવાંબાઇ નજીક આવેલ અમિત હોસ્પિટલ અને તેના આસપાસ વિસ્તારમાં નવરાત્રી સમયે ગમેતેમ નાના-મોટા વાહનો પાર્ક થતા હોવાથી સ્થાનિક દુકાનદારો-રહીશો-ઓફિસો-હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે પરેશાની ઉઠાવી પડી રહી છે ત્યારે આજરોજ કોળી પટેલ સમાજ ના બીજા ગરબા ચાલી રહ્યા હોય ત્યારે અમિત હોસ્પિટલ સામે આવેલ હરકુલર્ષ જીમ ના ઓનરજની મારુતિ સિવફ્ટ કારની આસપાસ તથા આજુબાજુ ના ખુલ્લા રસ્તા પર ગેરકાયદેસર રીતે ગરબા રમવા આવેલ વ્યક્તિઓ દબાણ કરી ગમેતેમ પોતાના નાનામોટા વાહનો પાર્ક કરતા જેમાંથી જીમ ઓનરની કારને ભારે નુકશાન પહોંચી હતી જે બાબતે કલાક સુધી ચાલેલા આ બબાલમાં વલસાડ પોલીસ ટીમ વચ્ચે પડતા પ્રાઇવેટ બિલ્ડીંગ પાર્કીગ તથા હોસ્પિટલ નજીક થતા દબાણ ને ધ્યાન માં લઇ જીમ ઓનર ને ગેટ બંધ કરવા અંગે જાણ કરતા જીમ ઓનર જાતે ગેટ ને તાળું મારી પોતાની કાર ને ત્યાં જ છોડી કલાકો ની રકઝક બાદ નારાશ ઘરે જવા પડ્યા હતા ત્યારે આજે જે જીમ ઓનરની કારને જે નુકશાન થયું છે તે અંગે જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.