સુરત રેન્જ એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડો. શમશેર સિંઘે છેલ્લા ઘણાં સમયથી તેમના તાબાનાં જીલ્લાઓનાં પોલીસ કર્મચારીઓ, અધિકારીઓને દર મહિને કોપ ઓફ ધ મન્થ નાં સન્માનથી સન્માનિત કરવાનો પ્રશંસનિય અભિગમ શરૂ કર્યો છે.
આ મહિને નવસારી, તાપી અને સુરત ગ્રામ્યનાં અન્ય કર્મચારીઓ સાથે વલસાડ જીલ્લા પોલીસનાં એલ.સી.બી. નાં પો.કો. બક્કલ નં.૫૦૧ પ્રમોદ શાલીગ્રામ ને શ્રેષ્ઠ કામગીરી બદલ આ મહિને ” COP OF THE MONTH” એવોર્ડ તથા પ્રશંસાપત્ર સુરત રેન્જ એ.ડી. ડી.જી.પી. દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં છે.