વલસાડ ના કેરી માર્કેટ ના કેરી વેપારી ઓ છેલ્લા કેટલા સમય થી ગ્રાહક ની રાહ જોઈ રહ્યા છે કારણ કે ચાલુ વર્ષે કેરી નો પાક તો સારો કહેવાય પરંતુ ગ્રાહક ની સંખ્યા માં ઘટાડો નોંધાતા વેપારીઓ મુશ્કેલ માં મુકાયા હોય તેવું દેખાય આવે છે જે અંગે સ્થાનિક વેપારી ના જણાવ્યા મુજબ મંદી પાછળ પ્રથમ તો નોટ બંધી કહી શકાય, જેના લીધે જિલ્લા ના તમામ વેપારીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે શરૂઆત માં વલસાડ માર્કેટ માં 1500 થી 2000 રૂપિયા મન વેચાતી કેસર.હાફૂસ કેરી હાલ 300 થી 400 રૂપિયા મન સુધી ભાવ ગગડી ગયા છે ત્યારે મોટા ભાગના ખેડૂતો હવે વરસાદ ની રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે અને બીજા પાક પર આશા બંધાઈ રહે.