વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામની એક સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો એક દ્રશ્ય સામે આવ્યા છે ઉમરગામ તાલુકાના સરીગામની આવેલી જાણીતી કે. ડી.બી હાઈસ્કૂલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પુસ્તકો ભરેલો એક ટ્રક આવ્યો હતો.ત્યારે સ્કૂલના શિક્ષકો અને આચાર્ય દ્વારા ટ્રકમાંથી પુસ્તકો ઊતારવા માટે અન્ય શ્રમિકોની મદદ લેવાને બદલે શાળાના બાળકોને જ ટ્રકમાંથી પુસ્તકો ઉતારવા માટે કામે લગાવવામાં આવ્યા હતા
શાળાના બાળકો ટ્રકમાંથી પુસ્તકો ઉતારતા ચિત્રમાં દેખાય છે. સરકાર દ્વારા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને શાળાઓ શરૂ કરવાની મજૂરીઆપવામાં આવી છે. અગાઉ પણ આ સ્કૂલના શિક્ષકો કોવિડ પોઝિટિવ કેસ આવ્યા હતા. તેમ છતાં શાળા દ્વારા આ બાળકોને લાઈનમાં લગાવી અને આવી રીતે શ્રમ કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રકમાંથી પુસ્તકો ઉતારી રહેલા બાળકોમાં મોટાભાગના બાળકોએ માસ્ક પણ પહેર્યું નહતું સાથે જ એ પણ દેખાય છે કે જે પુસ્તકો ભરી અને ટ્રક સ્કૂલ સુધી આવી હતી એ ટ્રકમાં ભરેલા પુસ્તકો પણ અસ્ત વ્યસ્ત રહ્યા હતા. સ્કૂલ સુધી પહોંચાડવા માટે ટ્રકમાં બેદરકારીથી પુસ્તકો ભરવામાં આવેલા હોવાનું પણ જણાઈ રહ્યું હતું.
વલસાડના સરીગામની કે.ડી હાઈસ્કૂલમાં બાળકોને બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોવાનું દ્રશ્ય સામે આવ્યું મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.વસારીનો પણ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો ચિત્ર આવ્યું હતું થોડા દિવસો પહેલા નવસારીમાંથી પણ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો દ્રશ્ય સામે આવ્યું હતું .નવસારીના તવડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ તેમજ કચરા પોતા કરાવી મજૂરી કરાવવામાં આવી હતી. જેનો દ્રશ્ય જવા મળ્યા હતા શાળાએ વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ, ક્લાસરૂમ તેમજ શાળાનું મેદાન સાફ કરાવી મજૂરી કરાવી હતી. તવડી ગામની વલ્લભ વિદ્યાકુંજ કૃષિ પ્રાથમિક શાળા કે જ્યાં આજે 1 થી 5ના ધોરણો શરૂ થતા જ વિવાદમાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ બાથરૂમ સાફ કરતા હોય તેવા વીડીયો સામે આવ્યાં હતા.