વલસાડ જિલ્લાના 300 ગ્રામપંચાયતમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે આવતી કાલે તા.19 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર હોય ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં 955 મતદાન મથકો ઉભા કરાયા છે જેમાં 300 સરપંચ અને 2150 વોર્ડ સભ્ય નું ભાવિ નક્કી થશે.
ચૂંટણી ની પૂર્વ સંધ્યા એ આજે શનિવારે વલસાડ જિલ્લાના 6 તાલુકાઓમાં ચૂંટણીનો સ્ટાફ મતદાન સામગ્રી સાથે જેતે મતદાન મથકે જવા રવાના થયો હતો.
ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં આવેલી 24 આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર અને જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ દરમ્યાન 38 હજાર વાહનો ચેક કર્યા હતા. જેમાં 222 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 3800 ઇસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. જિલ્લામાં 576 હથિયારના પરવાના ધરાવતા લોકોના હથિયાર નજીકના પોલીસ મથકોમાં જમા કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા વલસાડ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.