વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 4 નવા દર્દી નોંધાયા છે. RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર કુલ 262 લોકોએ કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યુ હતું જે પૈકી વલસાડ જિલ્લામાં કુલ 4 કોરોના પોઝીટીવ જાહેર થયા હતા આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંક 78 ઉપર પહોંચ્યો છે.
સાથે છેલ્લા 7 દિવસ પહેલા કોરોના પોઝીટીવ જાહેર થયેલી 9 વર્ષની બાળકી સહિત 5 સંક્રમિત દર્દીઓ સાજા થયા હતા.
આ દર્દીઓને જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી હતી.