વલસાડ જિલ્લામાં સતત એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને લઈ નદીઓમાં બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 22 હજાર ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થવા પામી છે.
ડેમના 6 દરવાજા 1મીટર ખોલાયા છે. બીજી તરફ દમણ ગંગા નદીનો વાપી પાસેનો કોઝવેડેમ ઓવરફ્લો થતા નદી કાંઠા પાસે સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ઉપરવાસમાં સતત વરસાદના કારણે દમણગંગા સહિત વલસાડની ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો કૈલાશ રોડ ઉપરનો નદીનો પુલ પાણીમાં ડૂબ્યો છે. જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તો સાથે બંદર રોડ પર પણ પાણી ફરી વડવાના કારણે રસ્તો બંધ કરાયો હતો. ઔરંગા નદીના પાણી શહેરના કશ્મીરનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા. સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે. તો નદીના નજીક આવેલા વિસ્તારો વહીવટી તંત્ર દ્રારા ખાલી કરાવવામાં આવી રહ્યા છે.