વલસાડ જિલ્લામાં પણ 73 મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.. જિલ્લા કક્ષાની ઉજવણી વલસાડના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાઇ હતી ..જ્યાં રાજ્યના આદિજાતિ અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલે તિરંગો લહેરાવી અને પરેડની સલામી ઝીલી હતી
મહત્વપૂર્ણ છે કે કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી .. કોવીડ પ્રોટોકોલ સાથે જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી..કેબિનેટ મંત્રી નરેશ પટેલે વલસાડ વાસીઓ અને રાજ્યના લોકો ને 73 મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી.. આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટર જિલ્લા, પોલીસ વડા , જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…