માહિતી બ્યુરો વલસાડઃ તા. ૨૮:
વલસાડ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સલામતિને
અનુલક્ષીને તેમજ જાહેર સલામતિ અને શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. તેને અનુલક્ષીને જિલ્લા
મેજીસ્ટ્રેટ રેમ્યા મોહનએ સમગ્ર જિલ્લામાં વહેલી સવારના ૭-૦૦ વાગ્યા પહેલા અને સાંજના ૭-૦૦
કલાક પછીના ટયુશન કલાસીસ પર તાત્કાલિક અસરથી તા.૨૩/૦૪/૨૦૧૭ સુધી પ્રતિબંધ ફરમાવ્યો
છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારને સજા/ દંડ થઇ શકશે.