ચૂંટણી પહેલા વિજય રથ તૈયાર
વલસાડ જિલ્લા ભાજપ ટીમ દ્વારા બક્ષીપંચ મોરચા ટીમ ની જાહેરાત કરતા જિલ્લા ભાજપ સભ્યોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઇ હતી. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વિવિધ મોરચા ની ટીમ ની પસંદગી ની કવાયત હાથ ધરી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ એ જિલ્લા બક્ષીપંચ મોરચા ની ટીમ જાહેર કરી જેમાં પ્રમુખ પદે દિનેશભાઇ ભગવાનજી ભાઈ પટેલ, મહામંત્રી તરીકે પ્રકાશ આહીર, મહામંત્રી કોટલાવ તરીકે નાથુભાઈ પટેલ ની જાહેરાત કરતા તમામ બક્ષીપંચ સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે આ પ્રસંગે મહામંત્રી પ્રકાશભાઈ આહિર ને મહામંત્રી પદ મળતા માજી ધારાસભ્ય દોલત દેસાઈ ના આશીર્વાદ મેળવી વિજય રથ આગળ લઇ જવા બાપુના આશીર્વાદ લીધા હતા.