વલસાડ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.જાડેજા ના સીધા માર્ગદર્શન અને સુચના ના આધારે નાનાપોંઢા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન તેઓ એ કિંગકોબ્રા ને પકડી લીધો હતો.
પોલીસે બાતમી આધારે ગુનામાં વોન્ટેડ એવો નાસતો ફરતો કીંગકોબ્રા નામથી જાણીતો 28 વર્ષીય મુકેશ આમધા ગામ ના વતની 28 વર્ષીય મુકેશ શાંતુભાઇ ધાકલભાઇ ગાંવિત કે જે ઓઝર ચેકપોસ્ટ ઉપર આવતા તેને કોર્ડન કરી પકડી પાડયો હતો અને તેની સામે આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.