ભારે વરસાદની આગાહીને પગલે તમામ અધિકારીઓને હેડક્વાાર્ટર ન છોડવા કલેક્ટરની સૂચના
વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક ઇ.ચા.જિલ્લા કલેક્ટિર અને જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ મકવાણાની અધ્યનક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. તા.૨૦ થી ૨૩ ઓગસ્ટવ, ૨૦૧૭ દરમિયાન હવામાન ખાતા દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાીર્ટર ન છોડવા કલેક્ટરે સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ ભારત સરકારના સંકલ્પાથી સિદ્ધિ ન્યુ્ ઇન્ડિલયા-૨૦૨૨નું સ્વખપ્નર સાકાર કરવા દરેક વિભાગને વિગતવાર પ્લાાનિંગ કરવા તથા આઉટસોર્સિંગથી ભરતી કરાતા કર્મચારીઓની પી.એફ. કપાત, ઇ.એસ.આઇ. તેમજ ઇ-બેન્કિં ગથી ચૂકવણું થાય છે કે કેમ, તેની કાળજી ઉપાડ અધિકારીઓને ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. સંકલન સમિતિની ભાગ-૧ની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ભાઇ ટંડેલે કોલક વિસ્તારના જી.ઇ.બી.ના પ્રશ્નો, સાંસદ ડૉ. કે.સી.પટેલે નવા રસ્તાીઓમાં નાળાંની જગ્યાએ રસ્તો બેસી જવા બાબતે, સુથારપાડા ખાતે બેંકની કામગીરીમાં સુધારો કરવા, ધારાસભ્ય રમણભાઇ પાટકરે માઇલોન કંપની સરીગામ દ્વારા કર્મચારીઓના પી.એફ. કપાત, ફેમીફેર કંપની દ્વારા કર્મચારીઓને કાયમી કરવા, જીઓ રીલાયન્સર ઇન્ફોટેક કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં ખોદકામ કરી અતિક્રમણ કરવા અંગે, સંજાણની જર્જરિત શાળા નવી બનાવવાના પ્રશ્નો, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે જેસીયા ગામે એગ્રીકલ્ચર લાઇનમાં પાવર સપ્લાય પુરો પાડવા, ભાગડાખુર્દ ખાતે ઔરંગા નદીમાં ડીસીલ્ટીંગ અને પાઇલોટકટ તથા નદીનું હેડ બદલવા, વલસાડ ડિસ્ટ્રિકટ ગ્રામીણ બેંક દ્વારા ઝીરો બેલેન્સથી ખાતાં ન ખોલવા બાબત, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા કપરાડા નેશનલ હાઇવેનું કામચલાઉ ધોરણે રીપેરિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરે પ્રજાના પ્રતિનિધિઓના રજૂ થયેલા પ્રશ્નોને ગંભીરતાની લઇ, નિયમના દાયરામાં રહીને સત્વરે નિકાલ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. ભાગ-૨ની બેઠકમાં પગાર ફિકસેસન, પેન્શ નકેસ, રીવાઇઝ પેન્શિન કેસો, ખાતાકીય તપાસના કેસો, સરકારી માંગણાની વસુલાત, બાકી તુમારો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫, નાનીબચત, સીટીઝન ચાર્ટર હેઠળ મળેલી અરજીઓનો નિકાલ વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સરકારી માંગણાઓની વસુલાત વહેલી તકે કરવા, જનસેવા કેન્દ્રો માં આવતા અરજદારોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઇ હતી. સંકલન બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડરે કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષી, ધરમપુર, વલસાડ, પારડીના પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.