વિકાસ કમિશ્નર ના પરિપત્ર ને જાહેર માં ઘોળી ને પી જવાયો !
વિકાસ કમિશ્નર દ્વારા પરિપત્ર પાઠવી તમામ ડીડીઓ ને વર્ગ એક અને બે ના અધિકારીઓને નિયમોનુસાર મળતી ન હોઈ તેવી તમામ સુવિધાઓ 15 દિવસ માં દૂર કરવા સ્પષ્ટ તાકીદ છતાં નિયમો વિરુદ્ધ આવી સેવાઓ ભોગવી રહ્યા છે સગવડો
સરકારી ખર્ચે ખોટા ખર્ચ કરતા સબંધિત અધિકારી પાસેથી નાણાં વસુલ કરવા સહિત વીજળી બિલ,પેટ્રોલ ડીઝલ ના ખર્ચ જેતે અધિકારીઓ પાસેથી વસુલ કરી તા ૩૧/૦૧/૨૦૨૦ સુધીમાં વિગતો આપવા જણાવાયું હોવાછતાં અહીં કોઈ ગંભીર નથી અને સરકારી તિજોરી ને પડી રહ્યો છે માર
વલસાડ માં આજકાલ એવા અધિકારીઓ કે જેઓ ની સરકારી સવલતો છીનવી લેવાઈ છે તેમછતાં નવેક મહિના થી બિન્દાસ સેવા નો લાભ લઇ રહ્યા છે અને એસી ચેમ્બર અને એસી ગાડીઓ વાપરી રહ્યા છે તેવા અધિકારીઓ ચર્ચાસ્પદ બન્યા છે.
વલસાડ જિલ્લા માં આજકાલ એવા અધિકારીઓ કે જેઓ ની સરકારી સવલતો છીનવી લેવાઈ છે તેમછતાં ચેમ્બર અને એસી ગાડીઓ વાપરી રહ્યા છે તેવા અધિકારીઓ રડાર ઉપર આવી ગયા છે.
જાન્યુઆરી 2020 માં જિલ્લા પંચાયતોના સુપ્રીમો ગણાતા વિકાસ કમિશ્નર શ્રી એ એક પરિપત્ર જાહેર કરી તમામ ડીડીઓ ને સૂચના આપી હતી કે તેમના તાબા ના વર્ગ એક અને બે ના અધિકારીઓને નિયમોનુસાર મળતી ન હોઈ તેવી સુવિધાઓ કચેરીમાં ઉપલબ્ધ કરાવવા સામે ચેતવણી આપી આવી તમામ સુવિધાઓ 15 દિવસ માં દૂર કરવા જણાવ્યું હતું જેમાં ખાસ કરીને ચેમ્બરોમાં અને ફાળવેલ સરકારી વાહનોમાં એ.સી. નો મુદ્દો મહત્વનો હતો.પરિપત્ર માં સ્પષ્ટ સૂચનાઓ હતી કે તમામ અધિકારીના ચેમ્બરોમાં તેમજ સરકારી વાહનોમાં એ.સી. ફિટ કરેલ હોય તો તત્કાલીક દૂર કરવા અને જો સરકારી ખર્ચે આવી સુવિધાઓ ઉપલબ્ધ કરેલ હોય તો આવા ખોટા ખર્ચ માટે જે તે અધિકારી પાસેથી નાણાં વસુલ કરવા તથા આ સુવિધા પાછળ થયેલા વીજળી બિલ,પેટ્રોલ ડીઝલ ના ખર્ચ નો અંદાજ કાઢીને જે તે અધિકારીએ જેટલા સમય જે સગવડ ભોગવી હોય તેટલા સમય માટે તેઓ પાસેથી વસુલાત કરવી અને આ તમામ કામગીરી તારીખ ૩૧/૦૧/૨૦૨૦ સુધીમાં પુરી કરી સરકારને પ્રમાણપત્ર મોકલી આપવા ડીડીઓ ને સૂચના આપેલ હતી.વિકાસ કમિશ્નર ની આ સૂચના ના આધારે ડીડીઓ એ તેમના તાબાના અધિકારીઓની ચેમ્બરો અને વાહનો ચેક કરીને કાર્યવાહી કરવાની થતી હતી પરંતુ હાલમાં પણ નવ માસ જેટલો લાંબો સમય થવા છતાં જી.પ. વલસાડ/તાલુકા પંચાયતો ની કચેરીમાં એ.સી. ચાલુ જોવા મળે છે અને વિકાસ કમિશ્નર શ્રી ની સુચનાનો અનાદર કરી અમલ ન કરેલાનો જાણવા મળેલ છે.ડીડીઓ અર્પિત સાગર કે જેઓ ખૂબ ઝડપી અને પ્રદર્શક વહીવટ કરવાની સ્ટાઇલમાં ફરજ બજાવી રહ્યા છે.તેઓ એ જાતે જ પગે ચાલી ને ડેપ્યુટી ડીડીઓ,મહેસુલ ની ચેમ્બર થી શરૂઆત કરી તમામ ચકાસણી કરવી જોઈએ અને જેઓની ચેમ્બરમાં હાલમાં પણ નિયમ વિરુદ્ધ એ.સી. લાગેલા છે તે અધિકારીઓ પાસેથી વીજબિલ/પેટ્રોલ બિલ ના નાણાં વસૂલવા જોઈએ તોજ પરિપત્ર નો અમલ થયો ગણાશે બાકી તો હવે સરકારી ખાતા માં તો આવું જ હોય તે છાપ વર્ષો થી પાક્કી જ છે તેમાં કાઈ નવું નથી ત્યારે સવાલ એ થાય કે જો નિયમો પાળવા જ ન હોય તો પછી તેમને કોણ રોકવા વાળું છે ત્યારે ડીડીઓ અર્પિત સાગર આ પ્રકરણમાં શુ પગલાં ભરે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.