દારૂ ભરેલ કાર ઉભેલ ટ્રક ના પાછળ ઘુસી
બુટલેગર નું કમકમાટી ભર્યું મોત
વલસાડ ના ધરમપુર ચોકડી નેશનલ હાઇવે બ્રિજ પર રાત્રીના ૧૧કલાક ના આસપાસ એક દારૂથી ફૂલ લોડિત એક્સ્યુવી કાર ચાલક દમણ થી સુરત તરફ પુરપાટ ઝડપે જઇ રહી હતી. દરમ્યાન હાઇવે ના બ્રિજ પર એક ટ્રક ના પાછળ આ કાર ધડાકાભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત માં ડ્રાઇવર કાર ની અંદર જ દબાઇ જતા મોતને ભેટ્યો હતો જ્યાં તેને બે જેટલી ક્રેન ની મદદ થી કલાક ની જેહમદ બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં સૂત્રો પરથી મળતી માહિતી અનુસાર આ કાર ની આગળ એક બીજી સ્વીફ્ટ કાર પાયલોટિંગ કરી રહી હતી જેનું પણ બ્રિજ ના નીચે અકસ્માત થયેલ છે જેમાં ઘાયલ ડ્રાઇવર ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે જેમા આ બંને કાર નો કોઇ પોલીસ પીછો કરી રહી હતી અને બંને કાર ને ટક્કર મારી રોકવાના પ્રયાસે આ અકસ્માત બન્યો હોવાનું ઘટના સ્થળ પરથી માહિતી મળી રહી છે પરંતુ અહીં સાચી હકીકત પોલીસ તપાસમાં જ બહાર આવશે હાલ વલસાડ સી.ટી પોલીસ આ ઘટના ની તપાસ હાથ ધરી છે જ્યાં મૃતક ની બોડી ની ઓરખ અને તેને પોસમોર્ટમ અર્થે વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હોવાનું પોલીસ મીડિયા સમક્ષ રજુઆત કરી હતી.