[slideshow_deploy id=’19297′]
કંપની દ્વારા કામ હાથધરાતા સ્થાનિકરહીશો એ કામ અટકાવ્યું
માજી પાલિકા પ્રમુખ અને પાલિકા સભ્યએ સી.ઓ ને લેખિત રજૂઆત કરાઈ
પાલિકા કચેરી પર કોઈ અધિકારી હાજર ન રહેતા માજી પ્રમુખે નારાજગી વ્યક્ત કરી
સોસીયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી હાલ વલસાડ શહેરના નાગરિકો,યુવાનો વલસાડ નગરપાલિકા ના કામો ના વિરોધ કરી રહ્યા છે હાલ ચૂંટણી નો સમય ચાલી રહ્યો છે ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડ શહેરમાં તમામ વોર્ડ વિસ્તારોમાં રસ્તાના કામો કે અન્ય કામો ચાલી રહ્યા છે ત્યારે વલસાડ ના ધોભિતળાવ કોસંબા રોડ પોલીસ ચોકી સામે સાંકડા રસ્તા માં રિલાયન્સ જીઓ ટાવર નું કામ ચાલુ કરતા સોસીયલ મીડિયા થી લઇ સ્થાનિક રહીશો તમામ માર્ગો અપનાવી આ કામની વિરોધ કરી આ કામ અટકાવી દેતા પાલિકા અધિકારીઓ માં ફફડાટ મચી જવા પામ્યો હતો જે સંદર્ભે ધોભિતળાવ ના સ્થાનિક સભ્યો,માજી પ્રમુખ રાજુ મરચા, નગરપાલિકા માજી સભ્ય ઈમ્તિયાઝ કાઝી,દ્વાર નગરપાલિકા કચેરી પર લેખિત રજૂઆત કરવા જતા પાલિકા પર ઉપસ્થિત તમામ અધિકારીઓ પાછલા બારણે નાસી છુંટીયાં હોય તેવું દેખાય આવે છે ત્યારે માજી પ્રમુખે એ આવા અધિકારી સમકક્ષ પાલિકા કચેરી પર બરોબર નો હોબાળો મચાવી ખરી-ખોટી સંભળાવી જો આ અધિકારીઓ દિવસના હાજર ન હોય તો આ પાલિકા રાતના સમયે ચાલુ રાખવા આગ્રહ કર્યો હતો
શુ છે ટાવર વિવાદ;- નગરપાલિકા માજી સભ્ય ઈમ્તિયાઝ કાઝી
રિલાયન્સ જીઓ ટાવર અંગે ગત 2013ની અંદર પાલિકા માં ઠરાવ મુજબ વલસાડ શહેરમાં જુદી-જુદી જગ્યે 11 જેટલા 4જી ટાવર ઉભા કરવાના હોય જે કામ ના ઠરાવ પાસ થયાના 6માસ ની અંદર કામ પૂર્ણ કરવાનું હોય છે પરંતુ આ પાલિકા દ્વારા ગેરરીતિ અપનાવી આ કામને 4વર્ષ પછી શરૂ કર્યું છે અને તેના માટે હાલ ના સમય ની કોઈ લેખિત પરમિશન રીંવ્યું થયા નથી, અને આ ટાવર ઉભા થતા સાંકડો માર્ગ પર દબાણ રૂપ હોય જેથી અકસ્માતો થવાના ભય ઉભા થાય છે.તેથી આ કામ અટકાવામાં આવ્યા છે માજી સભ્ય ઈમ્તિયાઝ કાઝી
વિરોધ પાછળ નું કારણ ગેરકાયદેસર બોગસ કન્ટ્રક્સન;-માજી પ્રમુખ રાજુ મરચા
દિવસ ના કોઈ પાલિકા અધિકારી ઓફિસમાં હાજર ન હોયતો રાત્રે ખુલી રાખો
ધોભિતળાવ ના કોસંબા રોડ પર જે આ 4જી ટાવર ઉભું કરાય રહ્યું છે જેના કામ મોડીરાત્રીના 2કલાકે જે.સી.બી દ્વારા ચાલુ કરાયું હતું જેબાબાતે ગામના સ્થાનિક રહીશોને આ અંગે જાણ થતા પ્રથમતો તેમણે આ કામ ની પરમિશન માંગી હતી પરંતુ સ્થળ પર કોઈ ઈંજનેર કે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોય અને કામ સાંકડો રસ્તા માં હોય જેથી એ રસ્તા પર દબાણ થતા મોટા વાહનો-સ્કૂલબસ-કાર ને આવવા-જવા માટે તકલીફ રૂપ હોય જેથી આ કામ અટકાવામાં આવ્યું છે ત્યારે આવા ગેરકાયદેસરના બોગસ કન્ટ્રક્સન ના લીધે કવલસાડ ની જનતા પરેશાન બની છે અને જ્યાં જરૂર હોય વિકાસ ની ત્યાં આ પાલિકા કામ નથી કરતી ત્યારે આવા પાલિકા ઓફિસમાં બેસનાર તમામ અધિકારી જો દિવસના સમયેજ હજારના હોય તો રાત્રી સમયે પાલિકા ખુલી રાખો કારણ કે મોટાભાગના કાળા કામ રાત્રેજ થાય છે તેવા વિરોધ માજી પ્રમુખ રાજુમરચાં પાલિકા પ્રટાંગણ માં કર્યા હતા
ફરી કામ શરૂ કરશે તો ઉગ્ર વિરોધ ની તૈયારી રાખવી;-સ્થાનિક રહીશ
ધોભિતળાવ ના સ્થાનિક રહીશો આ 4જી ટાવર ના બાંધકામ વિરોધમાં વલસાડ નગરપાલિકા કચેરી પર જઈ લેખિત રજૂઆત કરી હતી જ્યાં તેઓ મીડિયા સમક્ષ તેમની રજૂઆત જણાવતા આ બાંધકામના લીધે તેમના વિસ્તાર નો આ મુખ્ય માર્ગ પર આ નડતર રૂપ હોય અને આ માર્ગપર આ બાંધકામના લીધે સ્કૂલબસ,મોટા વાહનો ને આવવાની તકલીફ રૂપ હોય જેથી આ કામ ને બીજે સ્થળે ખસેડે નયતો સ્થાનિક રહીશો દ્વારા આ વિધાનસભા ચૂંટણી અને આવનાર 2018ની પાલિકા ચૂંટણી માં પરિણામ ભોગાવા તૈયાર રહે અને વધુમાં ઉગ્ર વિરોધ કરવાની ચિમકી આપી હતી