રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઇ પાલિકા કચેરી તોડી નાંખવાની ધમકી સાથે અભદ્ર શબ્દો ઉચ્ચારયા
વલસાડ નગરપાલિકાના નાના તાઇવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગીને લીધે મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરીમાં જઇ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની હાય-હાય બોલાવી હતી.
વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ ના રહેવાસીઓને પુરતા પ્રમાણમાં પાણી નહીં મળવાને કારણે તેઓ બીજા વિસ્તારમાં જઇ કપડા, વાસણ અને નાહવા માટે પણ બીજા લોકોના ઘરે જવુ પડે છે એટલું જ નહીં હાલ પરીક્ષાઓ માથે હોવાથી આ વિસ્તારના બાળકોને પણ પાણી નહી મળતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ તમામ બાબતોને લઇને આજરોજ નાના તાઇવાડ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઇ પાલિકા કચેરીમાં મોરચો માડ્યો હતો. અને ચીફ ઓફિસર મકવાણાની ઓફિસની બહાર સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ચીફ ઓફિસએ તેમને સાંભળવા માટે ઓફિસમાં બોલાવ્યા ત્યારે કેટલીક મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે સમયસર પાણી નહી મળશે તો નગરપાલિકા કચેરીના કાંચ તોડી નાંખવામાં આવશે અને અભદ્ર શબ્દો ચીફ ઓફિસર સામે ઉચ્ચાર્યા હતા આ મામલે ચીફ ઓફિસરએ મહિલાઓને સમજાવી પાણી સમયસર આપવાની ખાત્રી આપતા મામલો ઠાળે પડ્યો હતો.