વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી નું કેવું હશે પોલિટિકલ ભાવિ ?
દિપક રાણા, શિલ્પાબેન કોઠારી,રજુ મરચા છેક ટોપ પર પહોંચી ને છેલ્લે રાજકારણ ના દાવપેચ માં હાંસિયા માં ધકેલાઈ ગયા તે વાત સૌ કોઈ જાણે છે.
વલસાડ માં કેટલો વિકાસ થયો એ વાત સૌ કોઈ જાણે છે , ઉપર થી મંજુર થતા રૂપિયા મુજબ જો કામ થયુ હોત તો વલસાડ સોનાની મુરત બન્યું હોત. હાલ માં વર્તમાન પ્રમુખ સોનલબેન સોલાંકી ભારે વિવાદમાં સપડાઈ રહ્યા છે અને રોજ બરોજ નવા-નવા વિવાદો ને લઇ મિડિયા માં તેમજ નગરજનો માં ચર્ચા નું કેદ્ર બની રહ્યા છે .
ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિવાદો વચ્ચે પણ પણ સોનલ બેન ને સંભવિત ઉમેદવારનું સ્થાન અપાઈ રહ્યું છે, આ વાત ભાજપ ના વર્તુળો માં ચર્ચાઈ રહી છે બીજી બાજુ વર્તમાન ધારાસભ્ય ભારત પટેલ આ બધી વાતો સાંભળી હેરાન રહી ગયા છે
કારણ કે દોલત કાકા એ જે ખુરશી ઉપર એકધારુ વર્ષો સુધી રાજ કર્યું હોય તે ખુરશી ઉપર પોતાને બીજી ટર્મ સુધીજ શા માટે અને પોતાની આટલીજ ક્રેડિટ જેવી લાગણી તેઓ ને થયા વગર રહે નહીં તે સ્વાભાવિક છે અને કદાચ એજ કારણોસર તેઓને રિપીટ કરાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થઇ રહી છે . ત્યારે સોનલબેન સોલંકી નું નામ જે રીતે ચર્ચા માં છે તેજ ભૂતકાળ માં જેતે સમય ન.પા પ્રમુખ દિપક રાણા નું ચર્ચા માં હતું અને જોર શોર થી ચર્ચા માં રહ્યું પરંતુ પાછળથી શું થયું સૌ કોઈ જાણે છે. ભાજપ માં ખુબજ ઝડપથી કાઠુ કાઢનાર દીપકરના નો ન.પા માં જબરો વટ હતો અને તેઓની આત્મવિશ્વાસ થી નિર્ણયો લેવા કે નારાજ સભ્યો ને કઈ રીતે હૅન્ડલ કરવા જેવી બાબતો સૂચક અને નોંધનીય હતી. પરંતુ તેઓ છેલ્લે પોતાના કદ પ્રમાણે વેતરાયી ગયા અને હાંસિયા માં ધકેલાઈ ગયા તે વાત પણ વાસ્તવિક છે. દિપક રાણા ના કાર્યકાળ દરમ્યાન પણ વિપક્ષો દ્વારા ભ્રષ્ટાચાર ની બૂમો પડતી હતી. તેજ રીતે શિલ્પાબેન કોઠારી ના શાસન માં પણ પક્ષ માં વજન તથા ઉપર થી સૂચના મુજબ થતા વહીવટ અંગે પણ બૂમરાણ ઉઠી હતી અને તેઓ પણ મીડિયામાં ભારે છવાયેલા રહ્યા હતા બાદ માં શું થયું તે વાત સૌ કોઈ જાણે છે
વલસાડ પાલિકા માં રાજુભાઈ મરચા , જનક ભાનુશાલી વગેરે નવું કરવાની ઈચ્છા સાથે આવ્યા પરંતુ તે મુજબ કરવામાં 100 ટકા સફળ થયા ન હતા જો કે આ બધા વચ્ચે ભાજપ શાશિત વહીવટ માં દિપક રાણા, શિલ્પાબેન કોઠારી સામે જે રીતે વિપક્ષો અને સંબંધિતો દ્વારા આક્ષેપો અને દોષારોપણ થયા છે તે નોંધનીય રહ્યા છે અને ચૂંટણી અગાઉ જાણે ફરી એક વખત તેનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. ખુરશી તેની તેજ છે માત્ર ચહેરો બદલાયો છે ત્યારે આગામી સમય માં વર્તમાન પ્રમુખ સોનલબેન સોલાંકી નું પોલિટિકલ ભાવિ કેવું હશે તે તો સમય જ કહેશે .