હાલ કોરોના ની હાડમારી ના કારણે અને લોકડાઉન માં ધંધા રોજગાર અને નોકરીઓ ને અસર થતા લોકો બેરોજગાર થઈ ગયા છે અને પૈસા ની તંગી છે બીજી તરફ સ્કૂલો પણ બંધ છે અને ઓનલાઇન સ્ટડી ચાલુ થયું છે ત્યારે લોકો ને ફી ભરવાના પણ ફાંફા છે ત્યારે ઘણી સ્કૂલો ફી માફ કરી રહી છે તેવા સમયે વલસાડ માં પણ એક સ્કૂલે ફી માફ કરી છે.
વલસાડ તાલુકાના ઊંટડી વિભાગ કેળવણી મંડળે કે.જી અને ધો.1 થી 8 સુધીના વિદ્યાર્થીઓની જૂનથી શરૂ થતાં નવા સત્રની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.
સ્કૂલ દ્વારા ફી માફ કરવાનો નિર્ણય કરતાં વાલીઓને મોટી રાહત ની લાગણી ફેલાઇ હતી
કોરોના સ્થિતિમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી જતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ઊંટડી ગામે ઊંટડી વિભાગ કેળવણી મંડળ સંચાલિત મગનલાલ ડાહ્યાભાઇ દેસાઇ શિશુમંદિરના જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ તેમજ હરિનંદન સ્મૃતિ પ્રાથમિક શાળાના ધો.1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જૂન-2020થી શરૂ થતાં નવા સત્રની ફી માફ કરવાનો નિર્ણય કરતાં વાલીઓ માં રાહત ની લાગણી જોવા મળી હતી. આમ હજુ સ્કૂલ ચાલુજ નથી થઈ ત્યારે ઘણી સ્કૂલોએ ફી ભરવા દબાણ કરતા વાલીઓ ફી માફ કરવા વિન્નતી કરી રહ્યા છે ત્યારે ઘણી સ્કૂલ ના મેનેજમેન્ટ દ્વારા ફી માફ કરવામાં આવી રહી છે.ઉટડી માં સ્કૂલ ના ફી માફ કરવાના નિર્ણય ને આવકારાયો હતો.
Monday, May 13