વલસાડ પંથક માં વરસાદી માહોલ માં ભીંજાઈ ગયેલું દીપડાનું બચ્ચું ઘડોઈ ગામમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હતું અને એક મકાનમાં ઘુસી ગયું હતું પરિણામે ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો આ ઘટના થી પરિવારના સભ્યો સહિત ગામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી દીપડાના બચ્ચાને જોવા માટે ગામ લોકો મોટી સંખ્યા માં એકત્ર થઈ ગયા હતાં.
વલસાડના ઘડોઈ ગામમાં રહેતા રાજેશભાઇ પ્રભુભાઈ આહિરના મકાનમાં સવારે દીપડાનું બચ્ચુ ઘુસી ગયું હતું. ભારે વરસાદમાં દીપડાનું સલામત જગ્યા શોધતા ઘરમાં આવી ખૂણામાં બેસી ગયું હતું. ઘરમાં આવેલા દીપડાના બચ્ચા અંગેની જાણ થતાં પરિવારમાં ભયનો માહોલ પેદા થયો હતો. જો કે,રાજેશભાઈના પરિવારના સભ્યોએ હિંમત કરી દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે દૂધના કેરેટમાં પુરી દઈ વલસાડ ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આ બચ્ચું સોંપી દેવાતા તેઓ બચ્ચાને ચણવાઈ ફોરેસ્ટ કચેરી ખાતે લઈ ગયા હતા જેઓ બાદમાં સુરક્ષિત સ્થળે છોડી દેશે તેમ જણાવ્યું હતું દીપડા ના બચ્ચું ઘર માં ઘુસી આવવાના બનાવે ભારે ચકચાર જગાવી હતી.
Saturday, May 18