વલસાડ ના દાંતી દરિયા કિનારે ગત 6માસ અગાવ મુંબઈ થી કંડલા ખાતે 900 મીટર લંબાઈ ધરાવતું ઈનફનીટી નામનું જહાજ જઈ રહ્યું હતું દરમ્યાન દરિયા ની અંદર સિફિગ કરતા જહાજ નું એન્જીન ફેલ થતા જે જહાજ વલસાડ ના દાંતી દરિયા કિનારે તણાય આવ્યું હતું , જેમાં 9 જેટલા કૃર મેબર ફસાયા હતા, વલસાડ તથા આજુબાજુ ગામો માંથી ખૂબ મોટી સંખ્યા માં પર્યટકો આ જહાજ ને જોવા માટે દાંતી દરિયા કિનારે ઉમટી પડ્યા હતા.બાદ માં સ્થાનિક રહીશો દ્વારા કલેકટર ને ફરિયાદ આપતા દાંતી દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી જાહેર પ્રતિબંધ મુકવામાં આવ્યું હતું, સમય જતાં 3 માસ બાદ જહાજ ના તમામ કૃર મેમ્બરો ને તેમના માલિકે પાછા બોલાવી દીધા હતા પરંતુ હાલ આ મહાકાય જહાજ છેલ્લા સાત માસ થી અહીં રામ ભરોશે પડ્યું હોય ત્યારે આ જહાજ ના ફરતે છેલ્લા કેટલા સમય થી દારૂ પાર્ટી નું આયોજન કરવામાં આવે છે સાથે ગામ ના યુવાનો દ્વારા જહાજ ના ઉપર ચઢી લાખો રૂપિયા ના સમાન ની ચોરી કરી હોવાની ફરિયાદ થઈ છે, જેમાં જણાવ્યા મુજબ જહાજ ઉપર રહેલ.ફ્રિજ.ટીવી.ગાદલા.વાસણ.માલ સમાન ની ચોરી થઈ રહી છે અને ગત એક અઠવાડિયા અગાવ ગામ ના એક યુવાન આ જહાજ પર ચોરી કરવા ગયો હોય જે જહાજ ઉપર થી નીચે પડકતા તેના કમર ના મણકા તૂટી ગયા હતા જેને ડુંગરી ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા રોજિંદા અહીં બંદોબસ્ત મુકવામાં આવે તેવી ગામના જાગૃત વડીલો માં માંગ ઉઠવા પામી છે.