સત્ય ન્યુઝ તારીખ:- ૧૧/૦૮/૨૦૧૭, વલસાડ ની આર.એમ.વી.એમ સ્કૂલ ને સોશ્યલ મીડિયા પર ફરી બદનામ કરવા માટે વિદ્યાર્થીઓને લાકડા વડે ફટકારતા શિક્ષક નો વિડિઓ વાયરલ થતા. શાળાના સંચાલકો એ આ મામલે કાયદેસર કાર્યવાહી કરી છે.
વિશ્વસનીય સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ ની આર.એમ.વી.એમ સ્કૂલન ને બદનામ કરવાના ઇરાદે સ્કૂલ ના નામે સોશ્યલ મીડિયામાં અગાઉ પણ વિદ્યાર્થીઓ ને શિક્ષકો દ્વારા ઢોર માર મારતો વિડિયો વાયરલ થયો હતો. અને તે સમયે શાળાના સંચાલકો એ આ અંગે પોલીસ મથક મા ફરિયાદ કરી હતી. અને આ વખતે ફરી થી સોશ્યલ મીડિયામાં આર.એમ.વી.એમ. સ્કૂલ ના નામે એક વીડિયો વાયરલ છે. જેમાં એક શિક્ષક લાકડા થી શાળા ના વિદ્યાર્થીઓને ઢોર માર મારી રહ્યો છે. આ અંગે આર.એમ.વી.એમ શાળા ના સંચાલક વિનોદભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, આ વીડિયો દિલ્હી નજીક આવેલા ગુડગાંવ ની એક શાળાનો વિડિયો છે. જેને ખોટી રીતે વલસાડ ની આર.એમ.વી.એમ સ્કૂલ નું નામ આપી ને બદનામ કરવાના ઇરાદે સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યો છે. અને જે વ્યક્તિ એ આવું કર્યું છે તેના વિરુદ્ધ કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરવા મા આવશે.