રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના અહેવાલો વચ્ચે વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે, વલસાડજિલ્લામાં છેલ્લા 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતાં વલસાડ સહિત વાપી અને ઉમરગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
પરિણામે નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ રેલવે અંડર પાસ સહિત નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથીજ ધોધમાર વરસાદ પડતા પાણીનો ભરાવો થઈ ગયો છે.
વલસાડ ,પારડી, અને વાપીમાં સૌથી વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાઇ ગયું છે.
વલસાડના ધારાસભ્યના ભરતભાઇ પટેલના ગામ પારનેરા પારડી માં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા પરિણામે વલસાડ થી પારનેરા તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો એ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વલસાડ ના ધારાસભ્યના ગામમાં જ પાણીના નિકાલની વ્યવસ્થા નહોય પાણી ભરવાની સમસ્યા જોવા મળતા લોકોમાં ગામ લોકોમાં નારાજગી જોવા મળી હતી સાથે જ રાહદરીઓ અને વાહન ચાલકો દુઃખી થઈ ગયા હતા પ્રિ મોન્સૂન કામગીરી ની જિલ્લામાં પોલ ખુલી ગઈ છે માર્ગો ઉપર ખાડા હોય તેમાંય પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા