મુંબઇ માં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ નથી આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકામાં 1 ઇંચ,વાપી પોણા 2 ઇંચ અને ઉમરગામ તાલુકામાં પોણા 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.જ્યારે ધરમપુર અને પારડી તાલુકામાં પણ અડધા ઇંચની સરેરાશ સાથે વરસાદ થતાં ખેડૂતો માં રાહતની લાગણી જોવા મળી હતી. વલસાડ ના
5 તાલુકામાં સરેરાશ 1 થી પોણા 2 ઇંચ સુધીનો વરસાદ થયા ના અહેવાલ છે
આમતો દર વર્ષે 16 જૂનથી ચોમાસા નો પ્રારંભ થાય છે પરંતુ ચાલુ વર્ષે જૂનના પ્રારંભમાં નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ 3 જૂન આસપાસ વરસાદ થયો હતો,ત્યારબાદ 13 અને 14 જૂને જિલ્લાના 6 તાલુકામાં 1 થી 3 ઇંચ સરેરાશ વરસાદ પડતાં અહીં ખેડૂતો એ વાવણી કરી દીધી હતી.પરંતું ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચિંતા માં મુકાયા હતા જોકે ગતરોજ શનિવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાને બાદ કરતા અન્ય 5 તાલુકામાં સરેરાશ 1 થી પોણા 2 ઇંચ સુધીનો ધીમી ધારે વરસાદ પડ્યો હતો હતો.વલસાડમાં સાંજે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું.
સાથેજ વાપી,પારડી,ઉમરગામ તાલુકામાં પણ વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આમ મુંબઈ બાદ વલસાડ પંથક માં પણ વરસાદી માહોલ જામતા લોકો માં ખુશી જોવા મળી હતી.
Monday, May 13