વલસાડ નગર પાલિકા ઉપર વર્ષો થી પનોતી ચાલતી હોય તેમ કોઈ ના કોઈ મુદ્દે સતત વિવાદ માં રહ્યા કરે છે, વલસાડ પાલિકા માં સીઓ જે.યુ.વસાવાની એપ્રિલમાં બદલી થયા બાદ ગાંધીનગરથી કોઇ નવા ચીફ ઓફિસર નું ઠેકાણું નહીં પડતા હવે તેની અસરો જોવા મળી રહી છે, નવાઈ ની વાત તો એ છે કે ભાજપ શાસિત પાલિકા માં ખુદ ભાજપ ના સભ્યો એ જ આ મુદ્દે વિપક્ષ ની સાથે રહી અવાજ ઉઠાવ્યો છે
કાયમી સીઓ ન હોવાથી વલસાડના વિકાસના કાર્યો અટકી પડ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
સ્થાનિક વહીવટી તંત્રએ બે ત્રણ માસ સુધી ઇન્ચાર્જ સીઓ તરીકે મામલતદારને ચાર્જ સોંપ્યો હતો.મામલતદાર પર તાલુકાના વહીવટનું ભારણ હોવાથી તેઓ બે દિવસ માંડ હાજરી આપી રૂટિન સહી કરવા સિવાય કંઇ કરી શક્યા ન હતા.જેને લઇ તંત્રએ વાપીના સીઓ દર્પણ ઓઝા અને વચલા ગાળામાં થોડા દિવસ પારડીના સીઓને ચાર્જ સોંપ્યો હતો.આમ કરીને જેમ તેમ વલસાડ નગરપાિલકાનું કામ ચાલતું હતું.આ પરિસ્થિતિમાં વોર્ડના કોર્પોરેટરોના નાના મોટા પ્રાથમિક સુવિધાના કામો હાથ ધરવામાં ભારે વિલંબ થતા શુક્રવારે પાલિકાના વિપક્ષ નેતા કોર્પોરેટરો ગીરીશ દેસાઇ, અપક્ષ શશી શેઠિયા,ઝાકીર પઠાણ,કોંગ્રેસના સંજય ચૌહાણ,પ્રવિણ પટેલ સહિત 32 કોર્પોરેટરો એ અધિક કલેકટર કમલેશ બોર્ડર સમક્ષ લેખિત રજૂઆત કરી આ મુદ્દો ઉઠાવ્યો હતો.જેમાં તાત્કાલિક કાયમી સીઓ મૂકવામાં ન આવે તો આંદોલનના માર્ગે જવાની ચીમકી અપાઇ છે.વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ જણાવ્યું કે,રાજ્યમાં ભાજપની સરકાર છતા વલસાડ પાલિકાનો આ અગત્યનો પ્રશ્ન ઉકેલાતો નથી.સીઓના અભાવે કાયદાકીય ગૂંચ ઊભી થશે.છેલ્લી બે સામાન્ય સભાના એજન્ડાના કોઇપણ વિષય પર સીઓની નોંધ કરી શકાઇ નથી.તેથી ભવિષ્યમાં કાયદાકીય ગૂંચ ઊભી થઇ શકે તેવી વાત ઉપર ભાર મુકાયો હતો,શહેરમાં સામાન્ય સભાના ઠરાવ મુજબના રસ્તા,પાણીની લાઇન,ડ્રેનેજ ગટરના કામોના વર્કઓર્ડરો પર સહિ કરવાના કામો કાયમી સીઓના અભાવે થઇ શકતા નથી.ગટરના તૂટી જતા ચેમ્બર,પાણીના પાઇપ નાંખવા,ડ્રેનેજ લિકેજ માટેનું સામાન,સફાઇના ટ્રેકટરોની મરામત જેવા કામો માટે ખર્ચના બિલો પર સહિ કરવા માટે ભારે વિલંબ થાય છે.જેના કારણે આ કામો ખોરંભે પડી રહ્યા છે.
ભાજપ શાસિત પાલિકા કાયમી સીઓ ન મૂકાતા ભાજપના કોર્પોરેટરોએ પણ કલેેકટર સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. જેમાં ભાજપના કોર્પોરેટર કિરણ ભંડારી,પ્રવિણ કચ્છી,નયનાબેન દેસાઇએ નો સમાવેશ થાય છે, જોકે આ મુદ્દો કેટલો અસર કારક રહે છે, તેતો આવનારો સમય જ બતાવશે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.