વલસાડ નગર પાલિકાના પ્રમુખ સોનલ બેન સોલંકીએ જીલ્લા સમાહર્તાના આદેશ સામે ઉપરની કોર્ટમાં અપીલમાં જવાને બદલે જીલ્લા મેજીસ્ટ્રેટ સામે જ આંદોલનની ચીમકી આપી અજ્ઞાનતાનું પ્રદર્શન કરતા સબંધીતોમાં આ મુદે ભારે ગણગણાટ શરૂ થયો છે.
વલસાડના કલ્યાણ બાગ તથા નીરા કેન્દ્રની સામે આવેલા ફુવારા સાથેના સર્કલ ટ્રાફિકને અડચણરૂપ હોય અને અકસ્માતોનો ભય રેહતો હોય આ સર્કલ નાનું કરવા માટે આરટીઆઈ કાર્યકર્તા કેતન શાહ દ્વારા રજૂઆત કરી હતી. જે સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી દ્વારા સમયાંતરે સુનાવણીઓ પણ કરવામાં આવી હતી. ઉપરાંત તા. ૨૦-૭-૨૦૧૫ના રોજ તત્કાલીન ચીફ ઓફિસરશ્રી દ્વારા મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી દરમ્યાન આ બાબતે પોલીસ ખાતાનો અભિપ્રાય મેળવી નવેસરથી ડીઝાઇન બનાવીને નવું સર્કલ બનાવવા માટે ખાત્રી આપી હતી. છતાં આજે ૧૬ માસ બાદ પણ પાલિકા દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી.. જેથી ફરી આ બાબતે આરટીઆઈ કાર્યકર્તા કેતન શાહે જાહેરહિતની અરજી કરી હતી. આ સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી ક્ષીપા એસ. અગ્રેએ ગત તા. ૧૨મી સમ્ટેમ્બરના રોજ ચીફ ઓફિસરશ્રી ને દિન-૭ માં ચાર રસ્તાની વચ્ચે આવેલ ફુવારાથી ટ્રાફિક સમસ્યાને થતું જાહેર ન્યુસન્સ દૂર કરવા વલસાડ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૩૩ મુજબ મને મળેલ અધિકારીએ રૂએ હુકમ કર્યો હતો. આ બાબતે જો પક્ષકારને કઈ વાંધો હોય તો રજૂ કરવા પણ જણાવ્યું હતું. પરંતુ આ બાબતે જે તે સમયે કોઈ વાંધો આવ્યો ન હતો. અને તેના આધારે એમએજ્યુ/ન્યુસન્સ કેસ નં.૭/૨૦૧૬ થી કેસ ચલાવી ગત તા.૨-૧૧-૨૦૧૬ ના રોજ કલ્યાણ બાગ સામે આવેલ આ સર્કલ દૂર કરવાનો આદેશ કર્યો હતો.
નાયબ કલેકટરશ્રી અને પ્રાંત અધિકારીએ આ સર્કલ દૂર કરવાના આદેશ/હૂકમથી જાણે આભ ફાટ્યું હોય તેમ પ્રમુખ સોનલ સોલંકીએ આ હુકમ સામે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી આ હુકમની સામે અપીલ કરવાને બદલે આંદોલન કરવાની ચીપકી આપતા વિવાદ ઉભો થયો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.