વિરોધીઓ ના દાવપેચ વચ્ચે શું હશે આગામી ચિત્ર ?
વલસાડ શહેરમાં રાજકારણ ની પાઠશાળા માં ચક્કર મારવુ હોઈ તો વલસાડ નગરપાલિકા ની મુલાકાત લેવી પડે ,અહી જાતજાતના લોકો સત્તા માં ઘૂંસી ગયા છે અને રોજ રોજ એકબીજાને પછાડવાના પેતરા રમતા હોવાના દ્રશ્યો જોવા મળે છે.
અગાઉ ના પ્રમુખોની જેમ જયારે સોનલબેન ખુરશી પર બિરાજ્યા ત્યારે તેઓએ પણ વિકાસ ની વાતો ની રેકર્ડ વગાડી હતી
અને સ્માર્ટ સીટી ની મોટી – મોટી વાતો કરી હતી પરંતુ વિકાસની વાતો દૂર અને પાલિકાના ભવાઈ ના પોલમાં ખોવાઇ ગયા
કારણ કે પાલિકામાં આક્ષેપ બાજી થાય એટલે પ્રમુખ ખુલાસા માંજ ટાઈમ વ્યર્થ કરે છે .
અહીં યોજાતી સામાન્ય સભા નિયમો અનુસાર યોજાતી નથી અને સભાના પ્રોટોકોલને બાજુ મૂકી બધા હુલલો બોલાવી મજાક મસ્તી કરી સભાને સબ્જી મંડી સમજી લિરા લિરા ઉડાવે છે . સભા ખોરવી નાખવાના ખેલ વર્ષો થી ચાલતા આવ્યા છે
વલસાડ પાલિકા ના ઉપર વર્ષો થી ભાજપ ના ઉપરીની સૂચના મુજબ જ વહીવટ કરાતો હોવાના ભૂતકાળ માં ઘણા આક્ષેપો થઇ ચુક્યા છે તેથી વિપેક્ષઓની બૂમરેંગ અને બધું મળી ને સરવાળે પ્રજાના કામો થતા નથી .
સોનલબેન સોલંકી વારંવાર વિવાદો માં ઘેરાઈ રહ્યા છે તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં સોનલબેન વિરોધી સુર ના પડઘા શાંત થાય તે પહેલાજ સોનલબેને કાઉન્સીલર ને બાયલો કહી ને ફરી વિવાદ ઉભો કર્યો છે।
એમાંય પાલિકાના ભ્ર્ષ્ટાચારની વાતો મીડિયામાં ચમક્યા કરે છે તો બીજી તરફ સોનલબેન સોલંકી નું ભાજપ માં ધારાસભ્ય માટે નામ ચર્ચા માં છે એટલે કે સ્થાનિક લેવલે તેઓ ભાજપ માં વર્ચસ્વ ધરાવતા થયા છે કે કોઈ બીજું ફેક્ટર કામકારે છે ત્યારે સામી ચૂંટણીઓ દરમ્યાન સોનલબેન સામે ઉઠી રહેલા વિવાદ વચ્ચે સફળતા મળશે કે કેમ તે એક સવાલ છે
સોનલબેન સોલંકી ભાજપ સાથે સાથે પ્રજામાં પણ વિશ્વાસ ઘુમાવી જુક્યા છે જેથી સોનલ બેન નું સ્થાન ક્યાં હશે તેતો સમયજ બતાવશે…..